Surendranagar, તા.29
મૂળી તાલુકામાં મારામારી અને ઝધડાનાં બનાવો ખુબજ બની રહ્યા છે. મૂળીનાં ત્રણ બનાવોમાં નવા વર્ષે 3 મોત થતા શોકનું મોજુ ફરી વળ્યુ છે. મૂળી તાલુકામાં અકસ્માતે મોતનાં બનાવો ખુબજ બની રહ્યા છે.
ત્યારે પ્રથમ બનાવમાં સરા ગામની વાસુદેવભાઇ વાડીમાં મજુરી કરતા કમલેશભાઇ જેઠીયાભાઇ નાયકે અગમ્ય કારણોસર લીમડા સાથે ગળેફાંસો ખાંઇ જીવન ટુંકાવી લીધાની જાણ અમરશીભાઇ જેઠીયાએ કરી છે. જયારે મૂળીનાં ભીંડીપા વિસ્તારમાં રહેતા 25 વર્ષિય આકાશભાઇ ગોઢકીયાએ પણ અગમ્ય કારણોસર પોતાના ધરે ઓંસરીમાં ગળેફાંસો ખાઇ લીધાની રમેશભાઈ ગોઢકીયાએ જાણવા જોગ દાખલ કરી છે.
જયારે ત્રીજા બનાવમાં રતનપરમાં રહેતા શારદાબેન પ્રવિણભાઇ બાંભણીયાને કુકડાના મયુરભાઇ ગોવિંદભાઇ જીડ સાથે પ્રેમ સંબધ હોય બંને એક નહી થઇ શકવાનાં કારણે ખાટડી પમ્પીંગ સ્ટેશન પાસે પસાર થતી રેલ્વેલાઇનમાં બન્ને પ્રેમી પંખીડાએ ટ્રેન નિચે પડતુ મુકી આપધાત કરી લીધો હતો. જેમાં શારદાબેન બાંભણીયાનું ઘટના સ્થળે મોત થયુ હતુ. જયારે કુકડાનાં મયુરભાઇ જીડને ઇજાઓ પહોંચતા સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા.
ધીરજ રાખો સકારાત્મક વલણ રાખો પરિવાર સાથે સમય પસાર કરો તેમની સાથે પરિસ્થીતી અંગે વાત કરો સર્જનાત્મક કાર્યમા વ્યસ્ત રહો પોતાની જાતને પ્રોત્સાહિત કરો જીવનની સારી ઘટનાઓને યાદ કરો. તેમ ડો.મનીષ વ્યાસ, મનોવિજ્ઞાન પ્રોફેસર(એકસપર્ટ)એ જણાવેલ હતું.

