પશુઓને શ્વાન હેરાન કરતો હોય શિવા ભરવાડ નામના શખ્સે કૃત્ય આચર્યું : બે શ્વાન હજુ પણ ગંભીર
Gondal,
ગોંડલના ભોજપરામાં ક્રૂર શખ્સે ત્રણ શ્વાનને દૂધમાં ઝેર ભેળવી મોતને ઘાટ ઉતારી દેતાં શ્વાન પ્રેમીઓમાં રોષ સાથે અરેરાટી છવાઈ હતી. પશુઓને શ્વાન હેરાન કરતાં હોય જેથી ગોંડલનો શિવો ભરવાડ રઘવાયો થયો અને ઝેર ભેળવેલ દૂધ બજારમાં મૂકી દિધું હતું. જેમાં દૂધ પી લેનાર ત્રણ શ્વાનના મોત થયા અને બે શ્વાનની હાલત ગંભીર છે. પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
બનાવ અંગે ગોંડલના ભોજપરા ભાવાજીની ધારે રહેતાં લીલાબેન બાબુભાઈ ખાડીવાડીયા (ઉ.વ.૪૦) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે શીવ ઉર્ફે શિવો પ્રવીણ ઉર્ફે પલુ ગોલતર (રહે. ગોંડલ) નું નામ આપતાં ગોંડલ તાલુકા પોલીસે પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આપડા ચોકમાં કુતરાઓ તડફડીયા મારે છે, અમુક શ્વાન હલતા નથી તેમ વાત કરતા બંને ઘરની બહાર બજારમા આવી જોયેલ તો ત્રણ-ચાર શ્વાન બજારમાં પડેલ અને ત્રણ શ્વાન હલતા ચલતા ન હતા. દરમ્યાન આજુબાજુમા રહેતા પાડોશી તથા ગામના લોકો આવી ગયેલ અને જોયેલ તો આ શ્વાનના મોઢામાથી લાળો નીકળી ગયેલી હાલતમાં મરણ ગયેલ હતા.
બાજુમા બીજા બે શ્વાન તડફડીયા મારતા હતા. જેથી આ શ્વાને કોઈ ઝેરી ખાઈ જતા મરણ ગયેલ હોવાનુ જણાય આવ્યું હતું. જેથી ફરીયાદી અને અન્ય પડોશી લોકો આજુ બાજુમા તપાસ કરી શિવભાઇ ભરવાડના વાડામાં તપાસ કરવા ગયેલ તો વાડાની અંદર પ્રવેશ કરતા બે વાસણમા જાંબલી કલરનુ દુધ ભરેલ હોય જેથી આ દુધમા કોઇ ઝેરી દવા ભેળવેલ હોવાનુ સામે આવ્યું હતું. તેમજ સાંજના સાતેક વાગ્યે તેણી તેના પતિ દિયર ઘરે હતા ત્યારે બાજુમા પશુઓનો વાડો ધરાવતા શીવભાઈ ઉર્ફે શીવો પ્રવિણ ઉર્ફે પલ્લુ ગોલતર સ્ટીલના તપેલામાં દુધ ભરી ઘરની સામે બજારમા મુકવા આવેલ હતો. જેથી તેઓને થયેલ કે, આ શિવભાઈએ તેમના કોઈ પશુનુ ખીરુ મુકેલ હશે.
જે બાદ જાણવા મળેલ કે, આરોપીના પશુઓને બજારના શ્વાન હેરાન કરતા હોય જેથી દુધમા ઝેર ભેળવી શ્વાનને મારી નાખવાના ઇરાદે વાસણમા ઝેરી દવા વાળુ દુધ મુકતા જે ઝેરી દવા વાળુ દુધ શ્વાન પી જતા મરણ ગયેલ હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે શ્વાનને મોતને ઘાટ ઉતારનાર શખ્સ સામે ગુનો નોંધી તપાસ આદરી હતી.