Morbi,તા.04
માળિયા હાઈવે પરના મીઠાના કારખાના પાસે ટ્રક ચાલકે સિગ્નલ કે આડશ રાખ્યા વિના ટ્રક રોડ પર ઉભો રાખ્યો હતો જેની પાછળ એસટી બસ અથડાઈ હતી અકસ્માતમાં એસટી બસના ડ્રાઈવર, કંડકટર અને એક મુસાફર એમ ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી માળિયા (મી.) પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
વઢવાણની શિવકુંજ સોસાયટીમાં રહેતા જયેશકુમાર રામજીભાઈ સિંધવ (ઉ.વ.૪૨) એસટી ડ્રાઈવરે ટ્રક જીજે ૧૨ બીએક્શ ૩૮૪૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૩ ના રોજ રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં ટ્રક ચાલકે પોતાનો ટ્રક માળિયા હાઈવે પર આવેલ દેવ સોલ્ટ મીઠાના કારખાના પહેલા કોઈપણ આડશ કે સિગ્નલ રાખ્યા વિના ઉભી રાખી હતી અને ફરિયાદી એસટી બસ જીજે ૧૮ ઝેડટી ૦૧૭૫ લઈને નીકળતા બંધ ટ્રક પાછળ એસટી બસ અથડાઈ હતી અકસ્માતમાં એસટી ડ્રાઈવર જયેશકુમાર સિંધવ, કંડકટર ભગીરથસિંહ અને એક મુસાફર મોહબતસિંહ જાડેજાને ઈજા પહોંચી હતી માળિયા (મી.) પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે