Morbi,તા.03
મોરબી, ટંકારા અને વાંકાનેરમાં અકસ્માત અને અપમૃત્યુના ત્રણ બનાવોમાં વૃદ્ધ સહીત ત્રણ વ્યક્તિના મોત મામલે પોલીસે તપાસ ચલાવી છે
પ્રથમ બનાવમાં મોરબીના જાંબુડિયા પાસે આવેલ કોલકો ગ્રેનાઈટો સિરામિકની લેબર કોલોનીમાં રહેતા સુનકેશભાઈ ચનસિંહ ડાવર (ઉ.વ.૨૬) નામના યુવાન ગત તા. ૦૨ ના રોજ કોલકો સિરામિકની ઓફીસના કાચના દરવાજાને હાથથી મારતા દરવાજાનો કાચ તૂટી ગયો હતો અને યુવાનને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે બીજા બનાવમાં વાંકાનેરના દિગ્વિજયનગરમાં રહેતા બહાદુરખાન બૂરાનખાન પઠાન (ય.વ.૭૯) વાળા વૃદ્ધ ગત તા. ૦૨ ના રોજ બપોરે પેડક સોસાયટીમાં દુકાને બેઠા હતા અને અચાનક શ્વાસ ચડતા બેભાન થયા હતા જેથી સારવાર માટે વૃદ્ધને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે બીમારીને પગલે વૃદ્ધનું મોત થયાનું તારણ આપ્યું હતું વાંકાનેર સીટી પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે
ત્રીજા બનાવમાં ઉત્તરપ્રદેશ હાલ ટંકારાના હરબટીયાળી નજીક આવેલ સેયજોન એફ.આઈ.બી.સી. કારખાનામાં રહીને કામ કરતા આનંદ દયાશંકર બર્મા (ઉ.વ.૨૫) નામના યુવાન કારખાના સેડ પર તૂટેલ અંજવાસીયું બદલાવવા ગયા હતા અને તૂટેલા અંજવાસીયામાં પગ આવી જતા અકસ્માતે સેડ પરથી નીચે પ્લાન્ટમાં પડી જતા માથામાં હેમરેજ જેવી ઈજા પહોંચતા મોત થયું હતું ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે