Morbi,તા.22
લક્ષ્મીનગર ગામ પાસે ઓવરબ્રિજ પાસે રોડ પર ટ્રક ડમ્પર અને ઇકો કાર અથડાયા હતા જે અકસ્માતમાં ઇકો સવાર ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી અને ગંભીર ઈજાગ્રસ્ત એકનું મોત થયું હતું
મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં દિયાન પેપરમિલમાં રહીને કામ કરતા વિનોદકુમાર અશોકકુમાર કુર્મી પટેલ ટ્રક ડમ્પર જીજે ૩૯ ટી ૧૩૩૪ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી લક્ષ્મીનગર ગામ પાસે ઓવરબ્રિજ નજીક ઇકો કાર જીજે ૩૬ એએફ ૦૬૮૪ ને પાછળના ઠાઠાના ભાગે ભટકાડી અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં ફરિયાદી વિનોદકુમાર, સંજુસિઘ ઠાકુર અને ઉમેશ યાદવ એમ ત્રણને ઈજા પહોંચી હતી જયારે શિવઅવતાર વર્માને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે