Morbi, તા.૨
માળિયામાં બે અઢી વર્ષ પૂર્વે ભત્રીજીને ભગાડી લગ્ન કર્યાનો ખાર રાખી ત્રણ ઇસમોએ યુવાનના પરિવારના સભ્યો પર હુમલો કર્યો હતો લાકડાના ધોકા અને પાઈપ વડે મહિલા સહીત ત્રણને માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે
માળિયા સરકારી હોસ્પિટલ પાસે રહેતા સાઈનાબેન ઉમરભાઈ મુસાણી (ઉ.વ.૨૨) આરોપીઓ લતીફ હૈદર કાજેડીયા, ઈબ્રાહીમ ઉર્ફે કારો મુસ્તાક કાજેડીયા અને સિકંદર મુસ્તાક કાજેડીયા રહે ત્રણેય સરકારી હોસ્પિટલ માળિયા પાસે વાળા વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ ઉસ્માન આરોપી લતીફની ભત્રીજી સમીમબેનને બે અઢી વર્ષ પૂર્વે ભગાડી લગ્ન કર્યા હતા જેનો ખાર રાખી આરોપીઓએ લાકડાના ધોકા અને પાઈપ લઈને આવી ફરિયાદી સાઈનાબેન, વલીમહમદ અને રસુલને ધોકા વડે માર મારી ફરિયાદી સાઈનાબેનને ધક્કો મારી પાડી દીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માળિયા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે