Junagadh તા.21
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નીલેષ જાજડીયા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાએ તાકીદ કરેલ કે ગંભીર ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીને ગમે ત્યાંથી પકડી લેવાનો આદેશ કરતા એસઓજી જુનાગઢના પોલીસ ઈન્સ. આર.કે. પરમાર અને સ્ટાફે જુદી જુદી ટીમો બનાવી ક્રાઈમ બ્રાંચને સાથે રાખી ટેકનીકલ સોર્સથી મેળવેલી માહિતીના આધારે સુરેન્દ્રનગર જીલ્લાના ગેડીયા ગામની વાડી વિસ્તારમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ ફેઝલ ઉર્ફે મોહસીન ઉર્ફે હોલે હોલે ફીરોઝ મલેક (ઉ.30) રે. નંદનવન રોડ, બાપા સીતારામ મઢુલી પાસે જુનાગઢ જોષીપરા, રમીઝખાન ઉર્ફે ભાવનગરી યુસુફખાન પઠાણ (ઉ.22) જેલ રોડ જુનાગઢ અને સીરાજ બોદુ ઠેબા (ઉ.20) રે. ધારાના દરવાજા જુનાગઢ ત્રણેયને દબોચી લીધા હતા. આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન 3 રૂા.70 હજાર હુંડાઈ કાર રૂા.10 લાખ જીઓ કંપનીનું રાઉટર રૂા.1 હજાર મળી કુલ રૂા.10,71,000નો મુદામાલ પણ કબ્જે કરવામાં આવેલ હતો.
આરોપીઓનો ગુન્હાહિત ઈતિહાસ
ફૈઝલ ઉર્ફે મોહસીન ઉર્ફે હોલે હોલે ફીરોઝ મલેક સામે ખૂન, લૂંટ, ચોરી, ખૂનની કોશીષ, ધાડ, મારામારી, જાનથી પતાવી દેવાની ધમકી, મિલ્કતો પચાવી લેવા સહિત જુદા જુદા પોલીસ સ્ટેશનના 31 ગુન્હાઓ નોંધાયા છે.
જેમાં સોથી વધુ એ ડીવીઝનના 18 ઉપરાંત ગુન્હાઓ નોંધાયા છે. રમીઝખાન ઉર્ફે ભાવનગરી સામે એબીસી અને તાલુકા પોલીસ સ્ટેશનમાં કુલ 8 ગુન્હાઓ નોંધાયા છે. જેમાં ખૂન, લૂંટ, ખુનની કોશીષ, ખંડણી, મીલકતો સહિતના ગુન્હાઓ પોલીસ ચોપડે નોંધાયા છે. સીરાઝ બોદુ ઠેબા (ઉ.20) રે. ધારાગઢ દરવાજા વાળા સામે એ ડીવીઝન પોલીસમાં બે ભારે ગુન્હાઓમાં નાસતો ફરતો હતો.

