Amreli તા.26
અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતએ અમરેલી જીલ્લાનમા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લાઠ પોલીસને સુચના આપેલ હોય, જે અન્વઓયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સગ વી.એમ.કોલાદરાની રાહબરી હેઠળ અમરેલી એલ.સી.બી. ટીમે ધારી પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહિતા કલમ 318(2), 318(4) મુજબના કામના આરોપીઓ પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા બે મહિનાથી નાસતા ફરતા હોય આ નાસતા ફરતા આરોપીઓને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ ધારી પોલીસ સ્ટેનશનમાં સોંપી આપેલ છે.
આ બનવાની વિગત એવી છે કે, પોરબંદર જિલ્લાના માધુપુર (ઘેડ), સાગરશાળાની બાજુમાં રહેતા વનીતાબેન કાનાભાઇ ચૌહાણને જુનાગઢ જિલ્લાના માંગરોળ ગામે રહેતા આરોપી જાબીરભાઇ ઇકબાલભાઇ બાનવાર તથા આસીફભાઇ હૈદરભાઇ રફાઇ તથા બીજા બે અજાણ્યા માણસોએ રસ્તા ભાવે સોનુ ખરીદ કરવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ ગઇ તા.16/6/25 નાં રોજ વનીતાબેનને ધારી ખાતે બોલાવી તેમને ખોટુ સોનુ આપી તેમની પાસેથી રૂપિયા દસ લાખ લઇ વિશ્વાસઘાત અને ઠગાઇ કરી ગુનો કરેલ હોય, જે અંગે વનીતાબેનએ આરોપીઓ વિરૂધ્ધ ધારી પોલીસ સ્ટે શનમાં ભારતીય ન્યાય સંહીતાની કલમ 318(2), 318(4) મુજબની ફરિયાદ નોંધાવી હતી.
આ ગુનામાં સંડોવાયેલ બાવરી ગેંગના ત્રણ આરોપીને અગાઉ કુલ કિંમત રૂ.9,58,000 ના મુદ્દામાલ સાથે એલ.સી.બી. ટીમ દ્રારા પકડી પાડી પાડવામાં આવેલ હતા. જયારે આ બનાવના આરોપી જુનાગઢ ગામે રહેતા રાજેશ ઉર્ફે રાજુભાઇ જીવનભાઇ સોલંકી, મોહનભાઇ ગંગારામભાઇ વાઘેલા તથા ગોવિંદભાઇ દેવાભાઇ રાઠોડ નામના આરોપી ત્રણ નાસતા ફરતા હતા. તેમને અમરેલી એલ.સી.બી. ટીમે ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે ધારી વિસ્તારમાંથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી થવા સારૂ ધારી પોલીસ સ્ટેબશનમાં સોંપી આપેલ છે.