તાલુકા પોલીસે દરોડો પાડી 11,400 નો મુદ્દામાલ કબજે કર્યો
Rajkot,તા.01
શહેરના ન્યુ 150 ફૂટ રીંગ રોડ કોકો નેટ પાર્ટી પ્લોટ ની બાજુમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને ઘરપકડ કરી 11400 મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં દારૂ અને જુગારની બદીને ડામી દેવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા આપેલી સુચનાને પગલે પીઆઇ ડીએમ હરીપરા ના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ન્યુ 150 ફૂટ રીંગ રોડ પર આવેલા કોકોનેટ પાર્ટી પ્લોટની બાજુમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની કોન્સ્ટેબલ નિકુંજભાઈ મારવીયા ને મળેલી બાતમીના આધારે એ.એસ.આઇ.એચ જે જાડેજા અને શિવભદ્રસિંહ ગોહિલતા સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા પંકજ રણછોડ તાડા ,લખનસિંહ રામસિંહ કુશવા અને શૈલેષ જેરામ ભૂતની ધરપકડ કરી 11400 નો મુદ્દા માલ કબજે કર્યો છે.