Ahmedabad,તા.16
અમદાવાદ આર્મીના જેસીઓનાં પુત્રનું અપહરણ થતાં ક્રાઈમ બ્રાંચે ઓપરેશન હાથ ધરી ત્રણને ઝડપી લઈ અપહરણ યુવાનને મુકત કરાવ્યો હતો.
અમદાવાદ આર્મીનાં જેસીઓનાં પુત્રનું અપહરણ થતા ક્રાઈમ બ્રાંચે પાંચ કલાકની મહેનતને અંતે અપહરણ કરનાર કરણ તરૂણભાઈ નાયર બાપુનગર અમદાવાદ અને કાર રેન્ટલ સર્વિસનાં હર્ષ અજયભાઈ ઠકકર, ક્રિપાલસિંહ ગોવિંદસિંહ વિહોલને ઝડપી લઈ અપહરણમાં વપરાયેલ હથિયાર પણ કબ્જે લીધુ હતું.આ અપહરણનું કારણ પૈસાની લેવડદેવડ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.