Surendranagar,તા.24
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર બેફામ બનેલા ખનન માફિયાઓ સુધી સરકારી અધિકારીઓની જાસૂસી કરી સંવેદનશીલ માહિતી પહોંચાડવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. વઢવાણ પ્રાંત અધિકારીના સરકારી વાહનની રેકી કરતા ત્રણ શખ્સ ઝડપાયા હતા. આરોપીઓ વોટ્સઅપ ગુ્રપ બનાવી લોકેશન અને દરોડા સહિતની માહિતી ભૂમાફિયાઓને પહોંચાડતા હતા.
વઢવાણ પંથકમાં ગેરકાયદે ખનન અને વહનની ફરિયાદ ઉઠતા વઢવાણ પ્રાંત અધિકારી સહિતની ટીમ ગેરકાયદેસર ખનીજ ચોરી અંગે ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમ્યાન વઢવાણ પ્રાંત અધિકારીના સરકારી વાહનની રેકી કરતા લાલાભાઈ નારાયણભાઈ મુંધવા (રહે.વઢવાણ જીઆઈડીસી), જીગ્નેશભાઈ મધાભાઈ બોરીયા (રહે.મુળચંદ રોડ) અને દર્શનભાઈ વાલાભાઈ ધરાગીયા (રહે.દેશળ ભગતની વાવ) ઝડપાયા હતા.