Bhavnagar,તા.15
ભાવનગર રેન્જમાં મિલકત સંબંધી ગુનાઓના ભેદ ઉકેલવાના આદેશના પગલે ભાવનગર એલસીબીએ પેટ્રોલિંગ દરમિયાન બે દિવસમાં ત્રણ ઇસમોને ચોરીના મોબાઇલ સાથે ઝડપી લે ત્રણ ચોરી ના ભેદ ડિટેક્ટ કર્યા હતા. ભાવનગર ક્રાઈમ બ્રાન્ચે પેટ્રોલિંગ દરમિયાન દાહોદના જલ્લુદના વિપુલ અરવિંદભાઈ વહોનીયા ૨૬, અમદાવાદના મહેશ રાજુભાઈ દંતાણી ૪૫ અને વડોદરા ના ભાવપરા મંદિર વાળા ફળિયા માં રહેતા હાર્દિક લક્ષ્મણ ચૌહાણ ૨૫ ને રેડમી મોબાઈલ ૧૮૦૦૦, નીલમબાગ ૧૦૦૦૦, ઘોઘા રોડ પોલીસ સ્ટેશન અને રીયલ મી પ્રો”૧૫.૦૦૦ બોર તળાવ પોલીસ સ્ટેશનમળી ૪૪૦૨૯ ના ચોરી આવ મોબાઇલ સાથે ઝડપી લીધા હતા આ કામગીરીમાં એલસીબી પીઆઇ એ આર વાળા, ની ટીમના અનિરુદ્ધસિંહ ગોહિલ, વનરાજભાઈ ખુમાણ, કેવલભાઈ સાંગા, જયદીપસિંહ ગોહિલ, એજાજ ખાન પઠાણ, માનદીપસિંહ ગોહિલ, દેવેન્દ્રસિંહ વાળા, અને બ્રિજરાજસિંહ ગોહિલ એ જહેમત ઉઠાવી હતી