Morbiતા.29
મોરબી શહેર અને તાલુકા તેમજ વાંકાનેર શહેરમાં પોલીસે ત્રણ સ્થળે રેડ કરી જાહેરમાં વરલી જુગાર રમતા ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ અને જુગાર સાહિત્ય કબજે લીધું છે
વાંકાનેર સીટી પોલીસે ગ્રીન ચોકમાં રેડ કરી આરોપી યુસુબ યાકુબ ભટ્ટીને જાહેરમાં વરલી જુગાર રમતા ઝડપી લઈને રોકડ રુ ૬૧૭૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે બીજી રેડમાં મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લાલપર ગામની સીમમાં મીલેનીયમ સિરામિક પાસેથી આરોપી કિરીટ મનસુખ સોલગામાને જાહેરમાં વરલી જુગાર રમતા ઝડપી લઈને રોકડ રૂ ૩૫૦ જપ્ત કરી છે ત્રીજી રેડમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાઘપરા શેરી નં ૧૧ પાસેથી આરોપી કીર્તિભાઈ ઉર્ફે કાનજીભાઈ છબીલભાઈ કોટેચાને જાહેરમાં વરલી જુગાર રમતા ઝડપી લઈને જુગાર સાહિત્ય અને રોકડ રૂ ૧૦,૨૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે