Morbi,તા.12
શહેરના વાવડી રોડ અને વાંકાનેર દરવાજા વિસ્તારમાં બે સ્થળે રેડ કરી પોલીસે વરલી જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ અને જુગાર સાહિત્ય કબજે લીધું છે
સીટી એ ડીવીઝન પોલીસે બાતમીને આધારે વાવડી રોડ પર રેડ કરી હતી જ્યાં જાહેરમાં વરલી જુગાર રમતા પ્રાણજીવનભાઈ લવજીભાઈ ભૂતને ઝડપી લઈને રોકડ રૂ ૨૦૦૦ જપ્ત કરી છે અન્ય આરોપી વિજય ભીખાભાઈ પટેલનં નામ ખુલ્યું હતું બીજી રેડ વાંકાનેર દરવાજા પાછળ કરી હતી જ્યાં જાહેરમાં વરલી જુગાર રમતા રામદેવ ખીમજીભાઈ કોલાદરા અને વિજય ભીખાભાઈ પટેલને ઝડપી લઈને રોકડ રૂ ૮૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે