આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ઘોઘાના તગડી ગામે રહેતા અને ભાવનગર એક્સીસ બેંકમાં નોકરી કરતા સંજયભાઈ કલ્યાણભાઇ લાઠીયા એ ગત ૧૦ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ ઈન્સ્ટાગ્રામ એપ્લિકેશન ઉપર સ્કાય મેકોન ઇમિગ્રેશનની જાહેરાત વાંચી હતી.અને આ કંપની વર્ક વિઝા પર વિદેશ મોકલતી હોય અને સંજયભાઈને પણ કેનેડા જવું હતું. સંજયભાઇએ આઇડી ફોલો કરી કંપનીના ભાગીદાર જેનીલ શૈલેષભાઈ પ્રજાપતિનો કોન્ટેક્ટ નંબર શોધી કાઢયો હતો.દરમિયાનમાં સંજયભાઇએ જેની સાથે થયેલી વાતચીત મુજબ સંજયભાઈ ડોક્યુમેન્ટ સાથે સ્કાય મેકોન ઇમિગ્રેશન દુકાન નં.૨૦૦૩ એફ બીજોમાળ, સેન્ટ્રલ બજાર, વેનેઝીયનો, ઉધના-મગદલ્લા રોડ, વેસુ સુરત ખાતે તા.૧૮ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ રૂબરૂ ભાગીદાર જેનીલભાઇ શૈલેષભાઈ પ્રજાપતી સાથે મુલાકાત કરી હતી.અને જેનીલે સંજયભાઈને કનેડા જવા માટેનો ટોટલ ખર્ચ ૨૫,૦૦,૦૦૦ થશે અને તેની અંદર વીંઝા,એર ટીકીટ, વર્ક પરમીટ, તેમજ મેડીકલ તમામ વસ્તુઓનો સમાવેશ થશે અને તમે વિદેશ જવા ઇચ્છતા હોય તો તમારો પાસપોર્ટ અહિ જમા કરાવી દેવો પડશે જેથી કંપની દ્વારા વિઝા તેમજ એર ટીકીટ અંગેની પ્રોસીઝર શરૂ કરી દેશે.સંજયભાઇએ વિશ્વાસ મૂકી પાસપોર્ટ જમા કરાવી દીધો હતો.દરમિયાનમાં ગત તા.૩ સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ રૂ.૫ લાખ ડિપોઝિટ કરાવ્યા હતા.અને કુ મળી કટકે કટકે રૂ.૧૭ લાખ સંજયભાઈએ સ્કાય મેકોન ઇમિગ્રેશન નામની કંપનીને આપ્યા હતા.બાદમાં કંપનીના માલિક અંકિતા વિકાસ મિી,ભાગીદાર જેનિલ શૈલેષભાઈ પ્રજાપતિ, રાજેશ શાહે સંજયભાઈના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.સંજયભાઈ સુરત ખાતે આવેલી ઓફિસે તપાસ કરવા પહોંચ્યા ત્યારે ઓફિસે ત્રણેય લોકો તાળા મારી સંજયભાઈના રૂ.૧૭ લાખ પડાવી છેતરપિંડી વિશ્વાસઘાત કરી નાસી છૂટયા હતા.આ બનાવ સંદર્ભે સંજયભાઇએ ત્રણ લોકો વિરૂધ્ધ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Trending
- 11 નવેમ્બર નું પંચાંગ
- 11 નવેમ્બર નું રાશિફળ
- દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત
- પીઢ એક્ટર Prem Chopra હૉસ્પિટલમાં દાખલ
- 11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”
- જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક
- તંત્રી લેખ…ટ્રમ્પની જાહેરાત ભારત જેવી ઉભરતી શક્તિઓ માટે માથાનો દુખાવો છે
- શું બેંક ખાનગીકરણની પ્રક્રિયા ખરેખર શરૂ થઈ ગઈ છે?

