ભાવનગર તા.21
ભાવનગર જિલ્લાના તળાજા ના ગોપનાથ નજીક રેલીયા ગામના રહીશો વાડીએ હતા એ સમયે ત્રણ વ્યક્તિ ને માખીઓના ઝુંડ એ ડંશ દેતા તમામ ને 108 દ્વારા અહીંની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.જ્યાં વૃદ્ધા ને વધુ સારવાર ની જરૂર હોય ભાવનગર રીફર કરવામાં આવેલ છે.
રેલીયા ગામના ખેડૂત પરિવારના નંદુબેન ધનજીભાઈ (ઉ.વ.85), અમિત ગોબરભાઈ (ઉ.વ.10) અને ગોબર ધનજીભાઈ (ઉ.વ.55) ને ઝેરી કહી શકાય તેવી માખીઓ ના ઝુંડ કરડી જતા ત્રણેય ને સારવાર અર્થે તળાજા લાવતા અહીંની સરકારી હોસ્પિટલ માંથી નંદુબેન ને વધુ સારવાર ની જરૂર જણાતા ભાવનગર રીફર કરેલ.
ગોબરભાઈ એ જણાવ્યું હતુ કે વૃક્ષ પર માખીઓ નું મોટું ઝુંડ છે.તેને પક્ષી દ્વારા ચાંચ મારવામાં આવતા માખીઓ નંદુબા ને કરડવા લાગી હતી.આથી પોતે અને બાળક ગોદડું ઓથડવા જતા અમોને પણ કરડી ગયેલ. દહેશત વ્યક્ત કરી હતીકે ગોપનાથ જતાજ રસ્તાપર જ માખીઓ વૃક્ષ પર છે.અહીંથી તેને હટાવવામાં નહિ આવે તો સ્થાનિક રહીશો અને યાત્રિકો પર ખતરો રહેલ છે.

