Rajkot,તા.26
શહેરમાં બે સ્થળે વર્લીના જુગારના દરોડા પડ્યા છે. જેમાં સદર બજાર અને સંત કબીર રોડ પરથી ઓનલાઇન વર્લીના આંકડા લેતા 3 આંકડાશાસ્ત્રીઓને મોબાઈલ સાથે ધરપકડ કરી છે, તેની સાથે અન્ય શખ્સનું નામ ખુલતા તેની શોધ ખોળ હાથ ધરી છે.પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એલસીબી ઝોન 2 ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ઇમરાન જાહિદભાઈ સમા નામનો શખ્સ સદર બજારમાં વર્લીના આંકડા પર જુગાર રમાડી રહ્યો છે. એલસીબી ઝોન 2 ની ટીમ સદરમાં પહોંચી રામનાથ પરા હુસેની ચોકમાં રહેતો ઇમરાન જાહિદભાઈ સમા નામના શખ્સને મોબાઈલ સાથે ઝડપી લીધો છે. જ્યારે એલસીબી ઝોન 1ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાપની મળી હતી કે, સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટી નજીક આવેલી શક્તિ ડેરી પાસે અમુક શખ્સો મોબાઇલમાં ઓનલાઇન વર્લીના આંકડા પર જુગાર રમાડી રહ્યા છે. બાતમી પરથી એલસીબી ઝોન 1 ની ટીમ ભગીરથ સોસાયટી પાસે પહોંચી ઓનલાઇન જુગાર રમાડતો ભગીરથ સોસાયટી પાસે જીણા ભગત ની ઓફિસમાં રહેતો અને મૂળ ઉત્તર પ્રદેશનો રોહિત રાજુભાઈ ઠાકોર અને ગઢિયા નગર 3 માં રહેતો પ્રફુલ રમેશભાઈ નિર્મળ નામના શખ્સોને ચાર મોબાઈલ સાથે ધરપકડ કરી છે. જ્યારે પૂછપરછ દરમિયાન ભગીરથ સોસાયટીમાં રહેતો જીણા ભગતની સંડોવણી ખુલતા તેની શોધ ખોળ હાથ ધરી છે.