Surendaranagar,તા.27
ત્રણ યુવાનોને અજાણ્યા વાહન સાથે ટક્કર થતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ધ્રાંગધ્રા-સરા માર્ગ પર વધુ એક માર્ગ અકસ્માત સર્જાયો છે. એક બાઇક પર જઈ રહેલા ત્રણ યુવાનોને અજાણ્યા વાહન સાથે ટક્કર થતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
ઇજાગ્રસ્ત યુવાનોની ઓળખ પ્રકાશભાઈ રાહુલભાઈ મુનિયા (ઉંમર 26, રહેઃ સુંદરીભવાની), મુકેશભાઈ મનસુખભાઇ નાયકા (ઉંમર 28, રહેઃ કલ્યાણપુર) અને ગોવિંદભાઈ અંગરિતભાઇ (ઉંમર 22, રહેઃ સુંદરી ભવાની) તરીકે થઈ છે. પ્રાથમિક સારવાર બાદ, ત્રણેય ઇજાગ્રસ્ત યુવાનોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
અકસ્માત કયા વાહન સાથે થયો તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા થઈ નથી. જોકે, અકસ્માત સ્થળ નજીકના વાડી વિસ્તારના મજૂરોએ જણાવ્યું હતું કે, એક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી. યુવાનોના નિવેદન લીધા બાદ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

