Bhavnagar ,તા.27
સૌરાષ્ટ્રભરમાં વાદળીયા વાતાવરણમાં ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ જિલ્લામાં હળવો ભારે વરસાદ વરસ્યો છે.ભાવનગરનાં મહુવામાં બે થી અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો.
અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં હવે ભારે વરસાદ વરસ્યો હતો.ભાવનગર શહેર અને જિલ્લામાં આજે સવારથી જ વાદળીયું વાતાવરણ રહ્યું હતું. ભાવનગર શહેરમાં સવારે ઠંડો પવન ફૂંકાયો હતો.જ્યારે જિલ્લાના મહુવામાં સવારે 8 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. તળાજા પંથકમાં પણ સવારે વરસાદ પડ્યો છે.
ગોહિલવાડ પંથકમાં આજે સવારથી જ વરસાદી માહોલ ઊભો થયો છે. જિલ્લાના મહુવામાં સવારે ગાજવી સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. તળાજામાં પણ સવારે વરસાદ ચાલુ હતો.આજે મંગળવારે સવારે 8 થી 10 બે જ કલાકમાં મહુવામાં 55 મી.મી. અને તળાજામાં 16 મી.મી.વરસાદ નોંધાયો છે.ભાવનગર શહેરમાં પણ સવારથી જ ધાબડીયું વાતાવરણ હોય વરસાદની પૂરી સંભાવના છે.