Shimla,તા.16
ગુજરાતમાં વરસાદનું જોર ધીમુ પડયુ છે. પરંતુ ઉતર ભારતનાં રાજયોમાં મેઘપ્રકોપ યથાવત હોય તેમ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ હતો. રાજયમાં અત્યાર સુધીમાં વરસાદી દુર્ઘટનામાં 106 લોકોના મોત નિપજયા હતા અને 1000 કરોડનું નુકશાન થયુ છે.
રાજયના સિમલા, બિલાસપુર, સોલાન, સહિતનાં ભાગોમાં ભારે વરસાદ હતો. 21 જુલાઈ સુધી વરસાદી કહેરમાંથી કોઈ રાહત નહિં મળવાનું હવામાન વિભાગે જાહેર કર્યું છે. તોફાની પવન સાથે મેઘ તાંડવની ચેતવણી આપવામાં આવી છે.
રાજયનાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીનાં રીપોર્ટ પ્રમાણે છેલ્લા 25 દિવસથી મેઘ કહેરની હાલતમાં અત્યાર સુધીમાં 106 લોકોનાં મોત થયા છે. વાદળ ફાટવાની ઘટનાઓમાં 15, ભુસ્ખલનમાં 12 ડુબી જવાથી 11, પુરમાં તણાઈ જવાથી 11 તથા માર્ગ દુર્ઘટનામાં 44 સહીત 106 લોકોએ જાન ગુમાવ્યા હતા.
વરસાદી કહેરમાં 1000 કરોડનું નુકશાન થયુ છે.384 મકાન ધરાશાયી થયા હતા. 666 મકાન 244 દુકાન તથા 850 ઢોરવાડાને નુકશાન થયુ છે. 199 માર્ગો હજુ બંધ છે.