Junagadh તા.29
માંગરોળમાં આજે સવારે વધુ દોઢ ઈંચ કુલ 9 ઈંચ વરસાદ ખાબકયો. કેશોદમાં દોઢ માળીયામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો છે.
ગત રાત્રીના આઠથી આજે સવારે 10 દરમ્યાન 12 કલાકમાં માંગરોળમાં કુલ 9 ઈંચ વરસાદ ખાબકતા ખેતરો પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા છે. કેશોદમાં પણ આજે સવારના 6થી 10 દરમ્યાન બેં ઈંચ વરસાદ નોંધાયો છે.
વંથલીમાં સવારે 8થી 10માં અડધો ઈચ વરસાદ નોંધાયો છે. માળીયામાં 8થી 10 વચ્ચે પોણો ઈચ્ચ, મેંદરડામાં 8 મી.મી. જુનાગઢ માણાવદરમાં પણ પાંચ પાંચ મી.મી. વરસાદ નોંધાયો છે.

