Rajkot,તા.25
શહેરના આનંદ નગર મેન રોડ ખોડીયાર ચોકમાં રહેતા મંજુલાબા મહેન્દ્રસિંહ ઝાલા નામની પરણીતાએ પોતાના ઘરે ઘઉંમાં નાખવાનો પાવડર ખાઈ લેતા સારવાર માટે ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું,
મંજુલાબા ઝાલા ને છેલ્લા કેટલાક સમયથી શ્વાસની બીમારી હોય બીમારીથી કંટાળી તેમણે આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે મરનારને એક પુત્ર અને એક પુત્રી છે પુત્રી લંડન હોવાનું જાણવા મળેલ છે મરનારના પતિ નો સિક્યુરિટી નો વ્યવસાય હોય આ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશન ના હેડ કોન્સબલ પ્રશાંત સિંહ નટવરસિંહ તપાસ ચલાવી રહ્યા છે
કારખાનામાં અકસ્માતે પટકાયેલા શ્રમિકનું મોત..
શહેરના ગોંડલ ચોકડી નજીક જય ગણેશ ફોર્ડ શો રૂમ ની બાજુમાં આવેલ ફ્લેક્સ જોન પ્લાસ્ટિકના કારખાનામાં કામ કરી રહેલા અતુલકુમાર કેશુભાઈ આદિવાસી ૧૯ ગત મોડી રાત્રે દશેક વાગે અકસ્માતે પડી ગયા બાદ બેભાન થઈને ઢળી પડ્યો હતો .અતુલકુમાર આદિવાસી ને સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવતા સાર્વત્ર દરમિયાન તેનું વિભાજન અવસ્થામાં મોત નીપજ્યું હતું મધ્યપ્રદેશમાં વતન ધરાવતા અતુલ કુમારને પરિવારજનો અંતિમવિધિ માટે વતન લઈને રવાના થયા હતા