ત્રીસ વર્ષ પહેલા પત્ની અને બાદ મિત્ર સખા ભાઈ ના મોતનું દુઃખ સહન ન થતા પગલું ભર્યું…
Rajkot, તા.09
શહેરના તાલુકા પોલીસ મથકની હદમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા વિક્રમસિંહ દાદુભા જાડેજા ૭૮ એ તા,૨૧/૪/૨૫ ના રોજ સવારે ૧૧ વાગ્યાના સુમારે પોતાના ઘેર હતા ત્યારે એસિડ પી લીધું હતું. દોશી હોસ્પિટલમાં સારવાર બાદ સિવિલમાં સારવાર લઈ ઘેર આવ્યા બાદ ગઈકાલે ૭/૫ ના રોજ ફરીથી દુખાવો ઉપડતા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેનું ગઈકાલે ૧૨ વાગે મૃત્યુ થયું હતું પોલીસે મૃત દને પીએમ અર્થે ખસેડીઆ કાગડો કરી અંગેની તપાસ હેડ કોસ્ટેબલ ભોજભાઈ મોભે હાથ ધરી છે પારિવારિક સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ વિક્રમસિંહ જાડેજા તેમના ભત્રીજા હરદેવસિંહ સાથે રહેતા હતા વિક્રમસિંહ ના પત્ની ૩૦ વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા પરંતુ વિક્રમસિંહ ને ભાઈ સાથે સારું ભળતું હતું પરંતુ તેમનું પણ ત્રણ માસ પહેલા મૃત્યુ થતાં વિક્રમસિંહ એકલા થઈ ગયા હતા અને વારંવાર હવે જીવવું નથી હવે જીવવું નથી કહેતા હતા અને ગુમશુમ રહેતા હતા અને અંતે તેમણે એસિડ પી જીવન ટૂંક આવી લેતા પરિવારમાં શોખનું મોજુ ફેલાયું છે.