New Delhi, તા.16
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ સંચાલક મોહન ભાગવતે કહ્યું હતું કે ચર્ચીલની ભવિષ્યવાણી ખોટી સાબિત થઈ છે અને ભારત વધુ આગળ વધશે આની તાકાત આપણી પારંપારીક વિચારધારા, જ્ઞાના, કર્મ અને ભકિતમાં છુપાયેલી હોય છે.
મધ્યપ્રદેશમાં મંત્રી પ્રહલાદ પટેલના પુસ્તક `પરિક્રમ કૃપા સાર’ના વિમોચન બાદ કહ્યું હતું કે હવે ખુદ ઈંગ્લેન્ડ તૂટવાની સ્થિતિમાં છે પરંતુ ભારત નહિં તૂટે, બલકે આગળ વધશે. ભારત 3 હજાર વર્ષ સુધી વિશ્વગુરૂ રહ્યું.
એ સમયે કોઈ વૈશ્વિક સંઘર્ષ નહોતો તેમણે દુનિયાની સમસ્યાને અંગત સ્વાર્થ માટે જવાબદાર ગણાવી હતી. ભાગવતે જણાવ્યું હતું કે અહીં ગાય નદી અને વૃક્ષોની પૂજા થાય છે. કારણ કે અહીં પ્રકૃતિની સાથે જીવંત અને આત્મીય સબંધ છે.
ભાગવતે કહ્યુ હતું કે, પહેલા દરજી જ કપડાનું ખિસ્સુ અને ગળુ કાપતા હતા પરંતુ હવે પુરી દુનિયા આ કામ કરી રહી છે.