પ્રથમ કુલગુરૂ ડો.ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાશે
Rajkot, તા.23
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે.ઉત્પલ જોષી ૫૯ માં સ્થાપના દિવસની ઉજવણી સંદર્ભે એક નૂતન વિચાર મુર્તિમંત કર્યો અને યુનિવર્સિટીમાં હાલ ફરજ બજાવતા કાયમી શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓ કે જેને ૨૫ વર્ષ સેવાના પૂર્ણ થયા હોય તેઓની સેવાઓને બિરદાવવાનો પ્રકલ્પ શરૂ કર્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૯ માં સ્થાપના દિવસે કુલપતિ પ્રોફે.ઉત્પલ જોષી દ્વારા સવારે ૧૧ઃ૩૦ કલાકે સરસ્વતી માતાનું પૂજન કરી પ્રથમ કુલગુરૂ અને આદ્યસ્થાપક ડો.ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ ફરજ બજાવતા અને ૨૫ વર્ષ સેવાના પૂર્ણ થયા હોય તેવા કાયમી શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓનું પ્રશસ્તિ પત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવશે.
કાર્યક્રમમાં રાજકોટના રામકૃષ્ણ આશ્રમના અઘ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદની પ્રેરક ઉપસ્થિત રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિકાસમાં પોતાનુ યોગદાન આપનાર પૂર્વ કુલપતિઓ સર્વ પ્રોફે.કમલેશ જોષીપુરા તથા પ્રોફે.પ્રતાપસિંહ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહેશે.