New Delhi, તા.17
ટોલ ચૂકવણીને સુવ્યવસ્થિત કરવા વિવાદો ઘટાડવા અને છેતરપિંડી રોકવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે ફાસ્ટેગ સંબંધિત નિયમોમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે.
ફાસ્ટેગ માટે નવા નિયમો આજથી લાગુ થશે
આજથી અમલમાં આવેલા નવા ફાસ્ટેગ નિયમો હેઠળ ઓછા બેલેન્સ, મોડા પેમેન્ટ્સ અથવા બ્લેકલિસ્ટેડ ટેગ ધરાવતા યુઝર્સ પાસેથી વધારાનો દંડ વસૂલવામાં આવશે. નવા નિયમો એવા યુઝર્સ અસર કરશે જેઓ ચુકવણીમાં વિલંબ કરે છે અથવા જેમના ટેગ બ્લેકલિસ્ટેડ છે.
જો વાહન ટોલ પાર કરે તે પહેલાં 60 મિનિટથી વધુ સમય માટે અને વાહન ટોલપ્લાઝા પાર કર્યા પછી 10 મિનિટ સુધી ફાસ્ટેગ ઇનએક્ટિવ રહે છે તો ટ્રાન્જેક્શન રદ કરવામાં આવશે. સિસ્ટમ આવા પેમેન્ટ્સને નકારી કાઢશે.
વધુમાં ટોલ ચૂકવણીને સુવ્યવસ્થિત કરવા અને વિવાદો ઘટાડવા માટે ચાર્જબેક પ્રક્રિયા અને કુલિંગ પીરિયડ તેમજ ટ્રાન્જેક્શન રિજેક્શન નિયમોમાં ફેરફારો કરવામાં આવ્યા છે.
નવી માર્ગદર્શિકા અનુસાર, જો વાહન ટોલ રીડરમાંથી પસાર થયાના 15 મિનિટથી વધુ સમય પછી ટોલ ટ્રાન્જેક્શન અપડેટ થાય છે તો ફાસ્ટેગ યુઝર્સને વધારાના ચાર્જ ચૂકવવા પડી શકે છે.
અપડેટેડ નેશનલ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન માર્ગદર્શિકા અનુસાર, જો ટ્રાન્જેક્શનમાં વિલંબ થાય અને યુઝર્સના ફાસ્ટેગ ખાતામાં પૂરતું બેલેન્સ હોય તો ટોલ ઓપરેટર જવાબદાર રહેશે.
જોકે, જો રકમ કાપવામાં આવે તો યુઝર્સ 15 દિવસ પછી ફરિયાદ નોંધાવી શકે છે. અગાઉ, યુઝર્સ ટોલ બૂથ પર તેમના ફાસ્ટેગ રિચાર્જ કરી શકતા હતા અને પછી આગળ વધી શકતા હતા.
કેવા કિસ્સામાં વધુ દંડ-પેનલ્ટી લાગશે?
* ફાસ્ટેગ ખાતામાં ઓછી બેલેન્સ
* કેવાયસીની મુદત પૂર્ણ થઈ હોય
* વાહન સંબંધી કાનૂની વિવાદ હોય
* વિવાદનુ સમાધાન ન થાય ત્યાં સુધી ટોલબૂથ પર નિષ્ક્રીય ટેગનો ઉપયોગ નહીં થઈ શકે.