New Delhi,તા.14
આવતીકાલે દેશના 79માં સ્વાતંત્ર્ય દિન પર્વની ઉજવણી થશે, જેને લઈને દેશવાસીઓમાં અનેરો ઉત્સાહ છે. વડાપ્રધાન મોદી સતત 11માં વર્ષે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરશે.
આ અવસરને ઐતિહાસિક બનાવવા તડામાર તૈયારી ચાલી રહી છે. સમગ્ર દિલ્હીમાં સુરક્ષાનો મજબૂત બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે. જમીનથી માંડીને આકાશ સુધી સુરક્ષા કવચ મજબૂત બનાવવામાં આવ્યું છે.
આ વખતે સ્વાતંત્ર્ય દિન પર્વે વડાપ્રધાન મોદી ભારતીય સશસ્ત્ર દળો, ખાસ કરીને ઓપરેશન સિંદુર દરમિયાન તેમના પરાક્રમ અને બલિદાનને સમર્થિત રહેશે.
સૂત્રો અનુસાર સ્વાતંત્ર્ય દિન પર્વે વડાપ્રધાન મોદીના સંબોધનમાં ભારતનો વૈશ્વિક દ્દષ્ટિકોણ, આંતરરાષ્ટ્રીય ભાગીદારી અને રાષ્ટ્રની સુરક્ષામાં સશસ્ત્ર દળોની મહત્વપૂર્ણ ભૂમિકા પર કેન્દ્રીત હશે.
જમ્મુ-કાશ્મીરના પહેલ ગામમાં 22 એપ્રિલે થયેલ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે 7 મે 2025ના રાત્રે એર સ્ટ્રાઈક કરીને પાકિસ્તાન અને પીઓકેમાં આવેલ આતંકવાદીના માળખાને ધ્વસ્ત કરવામા આવ્યું હતું. ભારતે ઓપરેશન સિંદુર અંતર્ગત પાકિસ્તાનમાં અનેક જગ્યાએ હુમલા કર્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના રાષ્ટ્રજોગ સંબોધનમાં જમ્મુ-કાશ્મીરને રાજયનો દરજજો બહાલ કરવા માટે કેન્દ્રીય સહાયતાની જાહેરાત થઈ શકે છે.
આ વર્ષે સ્વતંત્રતા દિવસ પર્વે ઓપરેશન સિંદુરના પણ 100 દિવસ પુરા થશે. સશસ્ત્ર દળોના સન્માનમાં લાલ કિલ્લાને ઓપરેશન સિંદુરની થીમમાં સજાવવામાં આવે છે.
સ્મારકની દીવાલ પર ઓપરેશન સિંદુરના મોટા લોગો લગાવવામાં આવશે અને આ આયોજનના નિમંત્રણ પત્રો પર ચિનાબ રેલવે પુલની તસ્વીરોની સાથે એ લોકો પણ હશે. એન્જીનીયરીંગની સિદ્ધિ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે.
ધ્વજારોહણ દરમિયાન વાયુસેનાના હેલિકોપ્ટર ઓપરેશન સિંદુરના પ્રતીક ચિહન સાથે લાલ કિલ્લા ઉપરથી ઉડાન ભરશે, જયારે સ્વદેશી 105 મીમી તોપોથી 21 તોપોની સલામી આપવામાં આવશે. દેશભરમાં સૈન્ય બેન્ડ ઓપરેશનના 100 દિવસોના ઉપલક્ષમાં 100 શહેરોમાં રજુઆત કરશે.
લાલ કિલ્લા પર સંબોધન દરમિયાન વડાપ્રધાન લોકોને સ્વદેશમાં નિર્મિત વસ્તુઓ ખરીદવાનો આગ્રહ અને આત્મનિર્ભર ભારત અભિયાન અને સ્વદેશી પર સરકારનું વિશેષ ધ્યાન પણ વડાપ્રધાનના ભાષણમાં સામેલ થઈ શકે છે.

