Morbi,તા.19
પતિ સહીત ત્રણ સાસરિયાઓ વિરુદ્ધ મરવા મજબુર કર્યાની ફરિયાદ
ટંકારામાં રહેતી પરિણીતાના પતિને વિદેશ અભ્યાસ માટે પાંચ લાખની જરૂરત હોવાથી પત્નીના પિતા પાસે માંગ્યા હતા પરંતુ આર્થિક સ્થિતિ સારી ના હોવાથી રૂપિયા આપી નહિ સકતા પતિ અને સાસુ-સસરાએ મેણા ટોણા મારી પરિણીતાને ત્રાસ આપતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જે બનાવ મામલે પોલીસે આરોપી સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
લીંબડી તાલુકાના ઊંટડી ગામના રહેવાસી વિનોદભાઈ નાનજીભાઈ પરમારે આરોપી શુભમ હીરાલાલ પનારા, હીરાલાલ કરશનભાઈ પનારા અને રીનલબેન હીરાલાલ પનારા રહે ત્રણેય ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની દીકરી કિંજલના લગ્ન બાદ જમાઈ શુભમને વિદેશ ભણવા માટે જવું હતું અને રૂપિયા પાંચ લાખની જરૂરત હોવાથી તે રૂપિયા ફરિયાદીની દીકરી પાસે માંગ્યા હતા
પરંતુ ફરિયાદી વિનોદભાઈની આર્થીક સ્થિતિ સારી ના હોવાથી આપી ના સકતા જમાઈ શુભમ અને તેના માતાપિતાને સારું નહિ લાગતા ફરિયાદીની દીકરી કિંજલને રૂપિયા બાબતે અવારનવાર મેણા ટોણા મારી માનસિક દુખ ત્રાસ આપતા હતા જેથી કિંજલથી સહન નહિ થતા તેને મરવા મજબુર કરતા દીકરી કિંજલે પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો ટંકારા પોલીસે આરોપી સાસરિયાઓ વિરુદ્ધ મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે