Srinagar,તા.15
જમ્મુ-કાશ્મીરમાં આજે સવારે એક માર્ગ દુર્ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ થયા હોવાનું બહાર આવ્યુ છે અને અનેક ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા મુજબ આ દુર્ઘટના ડોડા જિલ્લામાં બની છે.
જેમાં મુસાફર સાથેનો એક ટેમ્પો ટ્રાવેલર ઉંડી ખાઈમાં ગબડી પડયો હતો અને તેમાં ઓછામાં ઓછા પાંચ મુસાફરોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા છે અને અનેક ઘાયલ થયા છે તેમને નજીકની હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.
આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે રાહત બચાવમાં પણ સમય લાગ્યો હતો અને જેના કારણે મૃત્યુઆંક ઉંચો ગયો હોવાનું માનવામાં આવે છે. જે ટેમ્પોને અકસ્માત નડયો છે તેની ઓળખ અને મુસાફરો અંગે માહિતી મેળવાઈ રહી છે. રાજયના ઉપરાજયપાલે સમગ્ર દુર્ઘટના અંગે શોક દર્શાવ્યો છે.