Morbi,તા.19
અમરાપર રોડ પર ગંગા ગીર ગૌશાળા પાસે ટ્રેક્ટર રોડની નીચે ઉતરી જતા ચાલકે ટ્રેક્ટરમાંથી કુદકો માર્યો હતો અને ટ્રેક્ટર ટ્રોલીનું વ્હીલ માથા પર ફરી વળતા ઈજા પહોંચતા મોત થયું હતું જયારે એક વ્યક્તિને ઈજા પહોંચતા બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મૂળ મધ્યપ્રદેશના વતની હાલ ટંકારા અમરાપર રોડ પર વાડીએ રહીને મજુરી કરતા ભૂરસિંહ રામસિંગ અજાનંદાએ આરોપી આલમસિંહ ભૂરસિંહ અલાવા (ઉ.વ.૨૬) વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આલમસિંહ ભૂરસિંહ અલાવાએ ટ્રેક્ટર જીજે ૩૬ એલ ૪૫૧૪ વાળું પુરઝડપે ચલાવી અમરાપર રોડ પર રોડની સાઈડમાં નીચે ઉતરી જતા ટ્રેક્ટર પરથી કુદકો માર્યો હતો અને ટ્રેક્ટર ટ્રોલીનું વ્હીલ માથા પર ફરી વળતા ટ્રેક્ટર ચાલક આલમસિંહનું મોત થયું હતું અને ફરિયાદી ભૂરસિંહને પછડાટ લાગતા લાગતા ઈજા પહોંચી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે