Surendranagar તા.19
સાયલા બાયપાસ પાસે ટ્રેક્ટર પલટી મારી ગયું હતુ, આ ઘટનામાં સાત લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે.ખેત મજૂરીના કામ પરથી આવતા ટ્રેક્ટરને અકસ્માત નડ્યો હતો.
મળતી માહિતી અનુસાર ખેત મજૂરીના કામ પરથી એક ટ્રેક્ટર આવી રહ્યું હતુ, જે સાયલા બાયપાસ ખાતે પલટી મારતા આ અકસ્માત થયો હતો.આ અકસ્માતમાં 4 – મહિલા, 1- યુવાન, 2-સગીર વયના બાળકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
તમામ ઇજાગ્રસ્તોને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જો કે, ચાર લોકોને વધુ ઇજા જાણવા મળતા સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યા હતા.

