Surendranagar તા.4
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ખાસ કરીને ગેરકાયદેસર દબાણો હોય તો તે તોડી પાડવામાં પણ આવી રહ્યા છે.
ત્યારે હવે સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલી રામેશ્વર ટાઉનશીપમાં 27 જેટલી દુકાનો બનાવવામાં આવી છે તેની આગળ વેપારીઓ દ્વારા ચોમાસાન દરમિયાન વરસાદ ન આવે અને ઉનાળા દરમિયાન તડકો ન આવે તે માટે માલિકીની જમીનમાં છાપરા નાખવામાં આવ્યા છે પરંતુ તંત્ર દ્વારા તેને દબાણ ગણી અને દિવસ 3 માં દબાણો સ્વખર્ચે હટાવી લેવા માટે નોટીસો ફટકારવામાં આવી છે.
જેને લઇને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે વેપારીઓ દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનરને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે યોગ્ય રીતે તપાસણી કરી અને ત્યારબાદ જ દબાણ હટાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં તો દબાણો કરવામાં આવી રહ્યા છે અને તે તોડી પણ પાડવામાં આવી રહ્યા છે ત્યારે સોસાયટીઓ અને ટાઉનશીપમાં પણ દબાણ હટાવવાની કામગીરી માટે નોટિસો આપવામાં આવતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે..
દબાણ હટાવી લેવા માટેની નોટિસો આપવામાં આવ્યા બાદ 27 જેટલી દુકાનોના વેપારીઓ મહાનગરપાલિકા ખાતે દોડી જઈ અને કમિશનરને રજૂઆત કરી છે માલિકીની જગ્યા મૂકી અને ત્યારબાદ તેમાં પતરા નાખવામાં આવ્યા હોવાનો રજૂઆત દરમિયાન ઉલ્લેખ કરવામાં આવ્યો છે કોઈપણ દબાણ કરવામાં ન આવ્યા હોવાની
રજૂઆત પણ વેપારીઓએ કમિશનરને કરી છે યોગ્ય રીતે તપાસણી કરી અને ત્યારબાદ જ દબાણ હટાવવામાં આવે તેવી વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે.
27 જેટલી દુકાનદારો દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત દરમિયાન ટાઉનશીપ નો નકશો પણ રજૂ કરવામાં આવ્યો છે અને સમગ્ર બાબતે માહિતગાર કરી અને આગામી દિવસોમાં દબાણો તોડી પાડતા પહેલા યોગ્ય રીતે તપાસ કરાવી અને ત્યારબાદ જો દબાણ કરેલા હોય તો જ હટાવવા વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

