Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતીય મૂળના ટ્રમ્પ વિરોધી નેતા મમદાનીની ન્યૂ યોર્કના મેયર તરીકે ચૂંટણી-શું આ ભારત માટે ગર્વ છે કે પડકાર?

    November 8, 2025

    Trump ની આર્થિક શક્તિઓ પર સુપ્રીમ કોર્ટની ઐતિહાસિક સુનાવણી-અમેરિકન બંધારણવાદ

    November 8, 2025

    જો રાહુલ ગાંધી પાસે પુરાવા હોય, તો તેમણે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવી જોઈએ, Rajnath Singh

    November 8, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતીય મૂળના ટ્રમ્પ વિરોધી નેતા મમદાનીની ન્યૂ યોર્કના મેયર તરીકે ચૂંટણી-શું આ ભારત માટે ગર્વ છે કે પડકાર?
    • Trump ની આર્થિક શક્તિઓ પર સુપ્રીમ કોર્ટની ઐતિહાસિક સુનાવણી-અમેરિકન બંધારણવાદ
    • જો રાહુલ ગાંધી પાસે પુરાવા હોય, તો તેમણે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવી જોઈએ, Rajnath Singh
    • 09 નવેમ્બર નું પંચાંગ
    • 09 નવેમ્બર નું રાશિફળ
    • Zarine Khanના અંતિમ સંસ્કાર હિન્દુ વિધિ મુજબ કરવામાં આવ્યા
    • Gujarat માંથી પાકિસ્તાનમાં પૈસા મોકલવાનું મસમોટું કૌભાંડ, હર્ષ સંઘવીએ માહિતી આપી
    • રાહત પેકેજ,Junagadh જિલ્લાના મેંદરડાના ખાલપીપલી ગામના ખેડૂતોએ પ્રદર્શન કર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, November 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara માં પાછલા પાંચ વર્ષમાં 4.85 લાખ વાહનો વધતા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા
    વડોદરા

    Vadodara માં પાછલા પાંચ વર્ષમાં 4.85 લાખ વાહનો વધતા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા

    Vikram RavalBy Vikram RavalApril 16, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.16

    વડોદરા શહેર જિલ્લામાં પાછલા 5 વર્ષમાં 4.85 લાખ વાહનોના રજીસ્ટ્રેશન સાથે કુલ વાહનોની સંખ્યા વધીને 18.86 લાખે પહોંચી છે. શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થતા ટ્રાફિક-પાર્કિંગની વિકટ પરિસ્થિતિ ઉદ્ભવી છે. જે તે સમયે ભવિષ્યને ધ્યાનમાં રાખીને પ્લાનિંગ કરવામાં નહિ આવતા વાહનો રોડ પર પાર્ક થયેલા નજરે પડે છે. લોકો માટે માથાનો દુખાવો બનેલ ટ્રાફિક-પાર્કિંગની સમસ્યાના ઉકેલ માટે નક્કર આયોજન હાલ નજરે ચડી રહ્યું નથી.

    ચાલુ વર્ષે નો-પાર્કિંગના 5728 કેસો કર્યા છે. જુના સીટી વિસ્તારમાં વર્ષો જૂના બાંધકામ અને રસ્તા સાંકડા હોવાથી સ્થાનિકો ઉપરાંત ખરીદી માટે બહારથી આવતા લોકોનો પણ ભારે ઘસારો હોય પાર્કિંગની સમસ્યા રહે છે. વાહન ટોઇંગની કામગીરી આ મહિનાથી ફરી શરુ થઈ જશે. લોકોને ખ્યાલ આવે તે માટે પબ્લિક પાર્કિંગ પ્લેસ આઇડેન્ટીફાઈ કરી  પીળા રંગના પટ્ટા કરવા કોર્પોરેશનને જાણ કરી છે. કોર્પોરેશન સાથે સંકલન કરી મલ્ટીલેવલ પાર્કિંગ બાબતેની ચર્ચા કરી છે. તેમજ રીક્ષા સ્ટેન્ડ અંગે પણ સર્વે ચાલી રહ્યો છે. – જ્યોતિ પટેલ, ટ્રાફિક ડીસીપી

    શહેરમાં અટલ બ્રિજ , અમિતનગર બ્રિજ, ફતેગંજ બ્રિજ સહિતના બ્રીજોની નીચે  પાર્કિંગના ઇજારા ફાળવી દેતા તેમજ ગેરકાયદેસર પાર્કિંગના કારણે વાહનોનો જમાવડો જોવા મળે છે, કેટલાક કિસ્સામાં આડેધડ પાર્કિંગ  અકસ્માતનું કારણ બને છે, તેવી જ રીતે શહેરની ફરતે આવેલ હાઇવેની ચોકડીઓની નજીક નોકરિયાત વર્ગ મોટી સંખ્યામાં વાહનો પાર્ક કરી રહ્યા છે. જેથી સમા તળાવ, હરણી મોટનાથ તળાવ, દુમાડ ચેક પોસ્ટ જેવા ચોકડીની નજીકના સ્થળોએ મોટી સંખ્યામાં વાહનો આડેધડ પાર્ક થઈ રહ્યા છે.

    શહેરમાં વાહનોની સંખ્યા વધી રહી છે પરંતુ, પાર્કિંગની જગ્યા મર્યાદિત છે, જેના કારણે શહેરીજનોને દરરોજ પાર્કિંગની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો રસ્તાઓ પર પાર્કિંગ કરે છે અને તેના કારણે રસ્તાઓ અત્યંત સાંકડા બની જાય છે. જેનાથી ટ્રાફિકની અવરજવરમાં અવરોધ ઊભો થાય છે. શહેરના અમિતનગર , ચાર દરવાજા , અક્ષર ચોક, અટલ બ્રિજ, શહેરમાં પ્રવેશતા માર્ગો સહિતના સ્થળોએ પીકઅવર્સમાં ભારે ટ્રાફિકથી લોકો પરેશાન છે. શહેરના સુરસાગર રોડ, અકોટા, મંગળ બજાર, ચાર દરવાજા, જેતલપુર,અલકાપુરી, બીપીસી રોડ, ફતેગંજ, સયાજીગંજ, જેપી રોડ, વીઆઇપી રોડ, વાઘોડિયા રોડ, મુક્તાનંદ સહિતના વિસ્તારોમાં પાર્કિંગ શોધવું લોઢાના ચણા ચાવવા સમાન છે. દુકાનોના માલિકો રસ્તા પર લોખંડના પગથિયાં, પૂતળા , બોર્ડ ગેરકાયદેસર મૂકી રસ્તો બંધ કરી દે છે. બિલ્ડરો તથા કોર્પોરેશનની સાંઠગાંઠથી પાર્કિંગ સ્પેસ ગ્રાહકો કે મહેમાનો માટે અનામત રાખવામાં આવી રહી નથી. મુખ્ય માર્ગ પરના રીક્ષા – બસ સ્ટેન્ડના ધારાધોરણનું અમલીકરણ જરૂરી બન્યું છે.  તાજેતરમાં કોર્પોરેશનએ શહેરમાં જ્યાં ટ્રાફિક વધુ રહે છે તેવા વિસ્તારોમાં ટીપી સ્કીમના 19 પ્લોટમાં પે એન્ડ પાર્ક સુવિધા ઉભી કરવાનું આયોજન હાથ ધર્યું હોય જોવું રહ્યું.

    રાજ્યના તમામ શહેરોમાં પાર્કિંગની સુવિધા માટે પાર્કિંગ પોલીસી બનાવવા વર્ષ 2018માં શહેરી વિકાસ વિભાગ તરફથી તમામ મહાનગરપાલિકાને સુચના આપ્યા બાદ વડોદરા કોર્પોરેશને વર્ષ  2015ના ડેટાના આધારે વર્ષ 2019માં પાર્કિંગ પોલિસી બનાવી વર્ષ 2022માં સરકારની મંજૂરી માટે મોકલી આપી હોય જે હજી પણ પેન્ડિંગ છે. પોલિસીના અભાવે બેફામ અને બેરોકટોક પાર્કિંગ થઈ રહ્યું છે.

    શહેરના ભરચક વિસ્તારોમાં મલ્ટિ સ્ટોરી પાર્કિંગ બનાવવું આજની જરૂરિયાત છે, પરંતુ હજી પણ તેની શરૂઆત કરવામાં આવી નથી. કોર્પોરેશન દ્વારા અલકાપુરી વિસ્તારમાં અંદાજે 10 કરોડનો ખર્ચે 180 વાહનો પાર્ક થઈ શકે તેવું આયોજન હાથ ધર્યું હતું. તેમજ  પદ્માવતી શોપિંગ સેન્ટરને દૂર કરીને 6 માળનું મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવાની વિચારણા પણ કરી હતી. જેમાં 1000 જેટલા વાહનો પાર્ક થઇ શકે.

    લોકોને વાહન પાર્ક કરવાની જગ્યા ન મળતા મુખ્ય માર્ગ તથા સોસાયટીઓ ખાતે  વાહનો પાર્ક કરતા હોય માથકૂટ સર્જાતી રહે છે. અગાઉ  બીજેપી કાર્યકર સચિન ઠક્કરનુ પાર્કિંગના વિવાદને લઈને મર્ડર થઈ ગયું હતું. તેમજ સરદાર ભુવનના ખાંચામાં પાર્કિંગ બાબતે થયેલી બબાલમાં વૃદ્ધ પર હુમલો કરવામાં આવતા તેમનું મોત નિપજ્યું હતું. 9 એપ્રિલે નવાપુરાના માળી મહોલ્લામાં રીક્ષા પાર્ક કરવાને લઇ મારામારી થઇ હતી.આડેધડ પાર્કિંગ અકસ્માતને પણ નોતરું આપી રહ્યું છે.

    શહેરનાં દરેક જાહેર માર્ગો ઉપર કોમર્શિયલ એકમો પાસે પાર્કિંગની પૂરતી વ્યવસ્થા હોતી નથી અને નાગરિકોને પણ સામાન્ય કામ માટે રોડ ઉપર વાહન મુકવાની ફરજ પડતા ટ્રાફિકજામ સહિતની સમસ્યાઓ વકરી ચૂકી છે. રોડ ઉપર કે ફૂટપાથ ઉપર પાર્ક કરેલાં નડતરરૂપ વાહનો ટ્રાફિક પોલીસની ટોઇંગવાન ઉપાડીને લઇ જાય છે. જો કે, ઈજારો પૂર્ણ થવાથી આ કાર્યવાહી પાછલા એક  વર્ષથી બંધ છે.

    વર્ષ 2021 – 84, 933

    વર્ષ 2022 – 1,10,688

    વર્ષ 2023 – 1,24,984

    વર્ષ 2024 – 1,31,669

    વર્ષ 2025 – 33,451

    શહેર-જિલ્લામાં 18.86 લાખ વાહનો 

    માલવાહક વાહન -70,182

    મોટર વાહન -3,83,454

    પેસેન્જર વાહન -13,231

    થ્રી વ્હીલર વાહન -68,236

    ટુ વ્હીલર વાહન – 13,46,449

    અન્ય વાહન -4,387

    vadodara Vadodara News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Shining India : અમૂલ વિશ્વમાં નંબર-વન, ઈફકો બીજા ક્રમે

    November 5, 2025
    વડોદરા

    Vadodara: સાવલીમાં સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે 4.50 કરોડની છેતરપિંડી આચરી

    October 16, 2025
    વડોદરા

    મનીલોન્ડરિંગના નામે BOBના નિવૃત્ત અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી 64.41 લાખ ખંખેરી લીધા

    October 16, 2025
    વડોદરા

    Vadodara ધનીયાવી રોડ પર જોખમી કેમિકલ ફેંકનાર શખ્સો સામે ગુનો દાખલ

    October 16, 2025
    વડોદરા

    Vadodara દિવાળીના તહેવારોમા ઘરાકી ખુલી, દુકાનો-મકાનો પર રોશનીનો ઝગમગાટ

    October 16, 2025
    વડોદરા

    Vadodara માં કફસિરપ પીવાથી બે બાળકોની તબિયત લથડી: ICUમાં દાખલ

    October 14, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતીય મૂળના ટ્રમ્પ વિરોધી નેતા મમદાનીની ન્યૂ યોર્કના મેયર તરીકે ચૂંટણી-શું આ ભારત માટે ગર્વ છે કે પડકાર?

    November 8, 2025

    Trump ની આર્થિક શક્તિઓ પર સુપ્રીમ કોર્ટની ઐતિહાસિક સુનાવણી-અમેરિકન બંધારણવાદ

    November 8, 2025

    જો રાહુલ ગાંધી પાસે પુરાવા હોય, તો તેમણે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવી જોઈએ, Rajnath Singh

    November 8, 2025

    09 નવેમ્બર નું પંચાંગ

    November 8, 2025

    09 નવેમ્બર નું રાશિફળ

    November 8, 2025

    Zarine Khanના અંતિમ સંસ્કાર હિન્દુ વિધિ મુજબ કરવામાં આવ્યા

    November 8, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતીય મૂળના ટ્રમ્પ વિરોધી નેતા મમદાનીની ન્યૂ યોર્કના મેયર તરીકે ચૂંટણી-શું આ ભારત માટે ગર્વ છે કે પડકાર?

    November 8, 2025

    Trump ની આર્થિક શક્તિઓ પર સુપ્રીમ કોર્ટની ઐતિહાસિક સુનાવણી-અમેરિકન બંધારણવાદ

    November 8, 2025

    જો રાહુલ ગાંધી પાસે પુરાવા હોય, તો તેમણે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવી જોઈએ, Rajnath Singh

    November 8, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.