Morbi,તા,06
શહેરની રવાપર ચોકડી ખાતે ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા જવાન સાથે એક ઇસમેં માથાકૂટ કરી તેમજ અન્ય બે ઇસમોને બોલાવી બોલાચાલી કરી તું ટ્રાફિક પોઈન્ટ પર ઉભો રહેજે તને ફૂટબોલ જેમ ઉડાવું છું કહીને કાયદેસર ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબી ટ્રાફિક શાખાના પોલીસ કોન્સ્ટેબલ જીગ્નેશભાઈ પ્રવીણભાઈ લાંબાએ એકટીવા જીજે ૩૬ એએમ ૮૧૮૦ ના ચાલક યસ મેરામ બાલાસરા અને તેની સાથે બ્લુ કલરની સ્વીફ્ટ કારમાં આવેલ બે અજાણ્યા ઇસમ એમ કુલ ત્રણ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી જીગ્નેશભાઈ લાંબા રવાપર ચોકડી ખાતે ટ્રાફિક નિયમન કરતા હતા ત્યારે એકટીવા લઈને ચાલકે સાઈડ તોડી વચ્ચે આવતા તેને રોક્યો હતો જેથી બોલાચાલી કરવા લાગ્યો હતો અને બીજા બે ઇસમોને સાથે લઈને આવી ઉગ્ર બોલાચાલી કરી ગાળો આપી હતી અને તું ટ્રાફિક પોઈન્ટ પર ઉભો રહે તને ફૂટબોલ જેમ કેમ ઉડાવું છું તે જોજે કહીને કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે