હળવદ મેઈન બજાર ,સરાનાકા, રેલ્વે સ્ટેશન રોડ, બ્રાહ્મણની ભોજન શાળા સહિતના વિસ્તારમાં આડેધડ વાહન પાર્ક કરાતા સર્જાતિ ટ્રાફીકસમસ્યા, પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક નિરાકરણ લાવવા લોક માંગ
Halvad,તા.17
હળવદ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિ થતા ટ્રાફિક સમસ્યા તોબા તોબા જોવા મળે છે છેલ્લા ઘણા સમયથી હળવદ શહેર અને તાલુકામાં કાયદો-વ્યવસ્થા કથળેલી હાલતમાં જોવા મળે છે.શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે, હળવદ સરા નાકા, રાજેશ સ્ટોર,રેલવે સ્ટેશન, બ્રાહ્મણની ભોજન શાળા સહિતના વિસ્તારોમાં ટ્રાફીક સમસ્યાથી શહેરીજનોને ત્રાહીમામ પોકારી ગયા છે, રેલ્વે સ્ટેશન રોડ પર લોકોની સુવિધા માટે રોડને પહોળો બનાવવામાં આવ્યો છે પરંતુ માસીબા ના ખેતરની જેમ આડેધડ વહન પાકગ કરાતા રોડ પર અવારનવાર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે કેટલીક વારતો? અડધો અડધો કલાક સુધી ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળે છે. કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને વારંવાર મુશ્કેલી પડે છે એટલું જ નહીં આ રોડ પર હળવદ વેપારી એસોસિએશનના પ્રમુખની પણ દુકાન ત્યાં આવેલી છે છતાં પણ આ પ્રશ્ન માથાના દુખાવા સમાન બની રહ્યો છે જો આ રોડ પર એક પોલીસ પોઈન્ટ મુકવામાં આવે? અને ટ્રાફિક સમસ્યાની હલ કરવામાં આવે તેવી શહેરીજરોની માગણી છે.ધાંગધ્રા દરવાજા થી શરૂ થતી મુખ્ય બજારમાં એકદમ સાંકડી હોવાથી તેમાં આડેધડ ચાલતા વાહનો અને પાકગ કારણે ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે.શહેરીજનો નેભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
હળવદ છોટા કાશી તરીકે ઓળખાતી પ્રાચીન નગરી છે તથા શહેરની બજાર પણ વર્ષોથી સાંકડી છે પરંતુ અહિયાં હાલ સિટિ તથા ગ્રામીણ નો સમન્વય થતાં લોકોની રીતભાત અને ધંધો વેપાર ની સામાન્યતાના કારણે હળવદ ધમધમે શહેરની અનુકૂળ માં ફેરવાઈ રહ્યું છે. હળવદ ના પ્રવેશેદ્વારાસમા મુખ્ય બજારમાં છેલ્લા કેટલાક સમયથી થ્રી વીલર ફોર વ્હીલર જેવા વાહનોની અવર જવર તથા તંત્રની ઢીલી નીતિના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઇ રહી છે. જેના કારણે રાહદારીઓ નગરજનો વાહન ચાલકો વેપારીઓ ને ભારે મુસીબતમાં મુકાઈ રહ્યા છે. હળવદ તાલુકાના ૬૫ ગામના લોકો ની ખરીદી કરવા હળવદમાં આવતા હોવાથી બજારમાં ભારે ટ્રાફિક સમસ્યા સર્જાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવા ભરચક માહોલમાં ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી કરીને બજારમાં દોડતી રીક્ષાઓ અને ફોરવીલર ટાફીકના નિયમો ની એસૈતેસી કરી બજાર માં આડેધડ પાકગ કરતા ઘણીવાર તો કલાકો સુધી ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાય છે. છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકની આ નવતર સમસ્યાઓ સંખ્યાબંધ રાહદારીઓ હાડકા ભાગવાનું પણ કામ કર્યું છે. અમદાવાદ કે રાજકોટ જેવા શહેરને આંટી મારે તેવો હળવદ ની બજાર આ ટ્રાફિક મામલે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા આવે તેવી લોકોમાં માંગણી ઉઠવા પામી છે,શહેરમાં વધતી જતી વસતી અને વધતા જતા વાહનો પૈકી ટ્રાફિક નિયમોની ઐસીતૈસી તો કરે છે પણ તંત્ર પણ ચૂપ છે? તાત્કાલિક ધોરણે હળવદ પોલીસ અને તંત્ર ટ્રાફિક સમસ્યાનો નિવારણ લાવે તેવી શહેરીજરોની માંગણી ઉઠવા પામી છે.
તાત્કાલિક ધોરણે ટ્રાફિક સમસ્યાનો નિરાકરણ લાવે અને શહેરમાં લગાવેલા બંધ હાલતના સીસીટીવી કેમેરા ચાલુ કરાવે તેવી હળવદ શહેરીજનોની માગણી અને લાગણી ઉઠવા પામી છે.

