Morbi,તા.27
ઢુવા નજીકથી પસાર થતી માટેલીયા નદીના પાણીમાં ન્હાવા જતા ડૂબી ગયેલ સાળી અને બનેવીના મોત થયા છે મૂળ રાજસ્થાનના વતની સાળી-બનેવીના મોત મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક માટેલીયા નદીના પાણીમાં ડૂબી જતા એક સ્ત્રી અને એક પુરુષનું મોત થયું હતું બનાવને પગલે વાંકાનેર તાલુકા પોલીસના સુરેશભાઈ સહિતની ટીમ દોડી ગઈ હતી અને તપાસ ચલાવી છે જેમાં મૃતક મુરારીભાઈ વણઝારા અને માયાબેન વણઝારા હોવાનું જાણવા મળ્યું છે બંને મૃતક સાળી-બનેવી થતા હતા જે રફાળેશ્વર મેળામાં રમકડા વેચવા રાજસ્થાનથી આવ્યા હતા અને નદીમાં ન્હાવા જતા પાણીમાં ડૂબી જતા બંનેના મોત થયા હતા વાંકાનેર તાલુકા પોલીસ ટીમે મૃતદેહો પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે