Junagadh તા. ૨૩
જુનાગઢ જીલ્લાના ચોકી (સોરઠ) ગામે તહેવારોમાં પિયરી એ આવેલ ગાંઠીલા ગામની ૨૮ વર્ષીય પરણિત યુવતીનું છાતીમાં દુખાવો ઉપાડતા અને શહેરના ૬૬ કેવી વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષીય યુવતીનું શ્વાસ રૂંધાતા અકાળે મોત થયાની પોલીસમાં નોંધ થતાં પોલીસે બંને બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વંથલી તાલુકાના ગાંઠીલા ગામે રહતા ૨૮ વર્ષીય ચેતનાબેન ગોવિંદભાઈ ધાંઘસ દશેક દિવસથી ચોકી (સોરઠ) ગામે પોતાના પિતાના ઘરે તહેવાર સબબ આટો મારવા આવેલ હતા, તે દરમ્યાન ચેતનાબેનને અચાનક છાતીમાં તથા પેટમાં દુ:ખાવો થતા તેને સારવાર અર્થે જુનાગઢની સિવિલ હોસ્પીટલ ખાતે લાવવામાં આવતા ફરજ પરના તબીબો એ ચેતનાબેનને જોઈ તપાસી મરણ જાહેર કર્યા હતા, જે અંગેની જુનાગઢ તાલુકા પોલીસમાં અમોત નોંધ નોંધાતા, પોલીસે આ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે જુનાગઢના ૬૬ કે.વી; યોગિનગરમાં રહેતા માનસીબેન કેશવગીરી મેઘનાથી (ઉ.વ.૧૯) ને પોતાના ઘર આગળ ચક્કર આવતા, શ્વાસ રુંધાવા લાગતા તેઓને સારવાર અર્થે સીવીલ હોસ્પીટલ ખાતે લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે માનસિબેનને જોઇ તપાસી મરણ ગયા હોવાનું જાહેર કર્યા હોવાની જુનાગઢ તાલુકા પોલીસમાં અમોત નોંધ થયેલ છે.

