Morbi,તા.02
માળિયા નેશનલ હાઈવે પર ભરતનગર ગામથી આગળ હરીપર કેરાળા ગામના પાટિયા પાસેથી ડબલ સવારી બાઈકમાં બે શ્રમિકો જતા હતા ત્યારે ટ્રેઈલર ચાલકે પાછળથી બાઈકને ઠોકર મારી પછાડી દેતા એક યુવાનનું મોત થયું હતું અને એક યુવાનને ઈજા પહોંચતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મૂળ મધ્યપ્રદેશ અને હાલ મોરબીના લખધીરપુર રોડ પર હોલીસ સિરામિકમાં રહીને કામ કરતા વીરેન્દ્ર હીરાલાલ સેન ટ્રક ટ્રેઇલર જીજે ૧૨ એઝેડ ૦૧૬૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૯ જુનના રોજ ફરિયાદી વીરેન્દ્ર સેન અને બેટુભાઈ સુરેશભાઈ પારધી બંને બાઈક જીજે ૩૬ કયું ૪૯૭૩ લઈને ભરતનગર ગામ તરફથી જતા હતા ત્યારે હરીપર કેરાળા ગામના પાટિયા નજીક ટ્રેઇલર ચાલકે પાછળથી બાઈકને હડફેટે લઈને ઠોકર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદી વીરેન્દ્રને હાથ પગ અને માથામાં ઈજા પહોંચી હતી તેમજ બાઈક ચાલક બેટુભાઈ પારઘીને છાતીના અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે