Morbi,તા.08
ઢુવા માટેલ રોડ પર ટ્રક ટ્રેલર ચાલકે પુરઝડપે ટ્રેલર ચલાવી નીકળતા પલટી મારી ગયું હતું જે અકસ્માતમાં કેબીનમાં બેસેલ ક્લીનર કેબીન નીચે દબાઈ જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના હજનાળી ગામના રહેવાસી અશ્વિનભાઈ કાનજીભાઈ ધંધુકિયાએ ટ્રક ટ્રેલર જીજે ૦૩ બીટી ૧૫૦૩ ના ચાલક અશોકભાઈ માનસંગભાઈ પારેજીયા રહે હજનાળી ગામ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૪ ના રોજ આરોપી ટ્રક ચાલકે ટ્રક ટ્રેલર પુરઝડપે ચલાવી નીકળતા વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ પર સીમ્બોસા સિરામિકમાં એકદમ ગોલાઈ લેતા ટ્રક ટ્રેલર પલટી મારી ગયું હતું જેથી ક્લીનર તરીકે કેબીનમાં બેસેલ ફરિયાદીનો દીકરો રોહિત ટ્રેલરની કેબીન નીચે દબાઈ જતા માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું