Tamil Nadu,તા.28
જિલ્લામાં એક મેમુ પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી, સદભાગ્યે કોઈને ઈજા નથી થઈ. પ્રારંભીક તપાસમાં રેલવે ટ્રેકનો એક ભાગ તૂટી ગયેલો જોવા મળ્યો હતો.
આ અંગે વધુમાં જાણવા મળતતી વિગત મુજબ ચિતેરી સ્ટેશનથી રવાના થયા બાદ કેટલાક સમય બાદ ટ્રેન પાટા પરથી ખડી પડી હતી, જેના કારણે અફડાતફડી મચી ગઈ હતી.
જો કે આ ઘટનામાં કોઈ ઘાયલ થયાના અહેવાલ નથી. ઘટનાસ્થળની જે તસ્વીરો બહાર આવી છે તે જોઈને લાગે છે કે ટ્રેનના પાટા પરથી ઉતરી જવાના સ્થળે રેલવે ટ્રેકનો એક ભાગ સ્પષ્ટ રીતે તૂટેલો જોવા મળે છે. બાદમાં આ તૂટેલા ટ્રેકનું રિપેરીંગ કરાયું હતું..