વિમાન પાયલટ શક્તિ સિંહને નાની મોટી ઇજા : લેન્ડિંગ દરમિયાન વિમાનનું આગળનું ટાયર બહાર નીકળી ગયું
Pune, તા.૯
પુણે જિલ્લાના બારામતી સબડિવિઝનના કટફલ ગામ નજીક એક તાલીમ વિમાન શનિવારે સવારે ક્રેશ થયું હતું. આ વિમાન રેડબર્ડ ફ્લાઇટ ટ્રેનિંગ એકેડેમીનું હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે અકસ્માત સમયે વિમાન ટ્રેનિંગ ફ્લાઈટ પર હતું. વિમાન પાયલટ શક્તિ સિંહને નાની મોટી ઇજા થવા પામી હતી. હાલમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ખસેડવામાં આવ્યા છે, તેઓ સુરક્ષિત છે.
અકસ્માતના સમાચાર વાયુવેગે ફેલાતાં ઘટના સ્થળે અફરા તફરી મચી ગઈ હતી. હાજર કર્મચારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે લેન્ડિંગ દરમિયાન વિમાનનું આગળનું વ્હીલ વળેલું હતું. તો કેટલાકનું કહેવું હતું કે, લેન્ડિંગ દરમિયાન વિમાનનું આગળનું ટાયર બહાર નીકળી ગયું અને વિમાન ટેક્સીવે પરથી ઉતરી ગયું અને બાજુના ઘાસમાં જઈને પડ્યું હતું. એ પછી કંપનીના કર્મચારીઓએ તાત્કાલિક વિમાનને બાજુ પર લઈ જઈને તેનું રિપેરિંગકામ શરૂ કર્યું.
વિમાનનો આગળનો પંખો ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને વ્હીલ નજીકના કેટલાક ભાગોને પણ નુકસાન પહોંચ્યું હતું. આ વિમાન રેડ બર્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનું હતું. શનિવારે સવારે આશરે ૮ વાગ્યે તાલીમ શરૂ થઈ હતી એ સમયે આ ઘટના બની હતી. મહત્ત્વની વાત એ છે કે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. નોંધવામાં આવી છે. (નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય) એ આ મામલાની તપાસના આદેશ આપ્યો છે.
પુણેના સંદીપ ગિલે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, લેન્ડિંગ દરમિયાન કેટલાક પક્ષીઓ વિમાનની સામે આવી ગયા. જેના કારણે પાઇલટે વિમાનને પાછળ ઉપર લઈ જઈને ફરીથી લેન્ડિંગ માટે નીચે ઉતર્યો, ત્યારબાદ વિમાનના આગળના પૈડાને નુકસાન થયું.