Jamnagar તા. ૨૭
જામનગર માં ભૂગર્ભ ગટર અને સેપ્ટિક ટેન્ક ની સફાઈ સમયે નમસ્તે સ્કીમ હેઠળ સફાઈ કામદારો માટે તાલીમ વર્કશોપ યોજવામાં આવ્યો હતો.
ભૂગર્ભ ગટર અને સેપ્ટિક ટેંક ની સફાઈ કામગીરી દરમ્યાન સફાઈ કામદારો પરનું જોખમ અટકાવવા ના હેતુ થી ગત તા.૨૫/૦૬/૨૦૨૫ ના સવારે ૧૦ થી ૧૨:૩૦ સુધી જામનગર મહાનગરપાલિકા ના, કોન્ફરન્સ હોલ માં ભારત સરકાર ના નેશનલ સફાઈ કર્મચારી ફાઈનાન્સ અને ડેવલપમેન્ટ કોર્પોરેશન ના માર્ગદર્શન હેઠળ સરકાર ની “નમસ્તે ” સ્કીમ હેઠળ કામ ફાઉન્ડેશન દ્વારા સફાઈ કામદારો માટે ટ્રેનીંગ / વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ વર્કશોપ માં જામનગર શહેર માં ભૂગર્ભ ગટર ની સફાઈ કામગીરી સાથે સંકળાયેલા સફાઈ કામદારો, એન્જીનીયરો, કોન્ટ્રાક્ટરો હાજર રહ્યાં હતા. આ વર્કશોપમાં સફાઈ કામગીરી દરમ્યાન જરૂરી સાવચેતીના પગલા લેવા, સ્વરક્ષા માટે પીપીઇ કિટ નો ઉપયોગ કરવો, જોખમી સફાઈ ન કરવી વિગેરે બાબતો ની સમજ આપવામાં આવી હતી, તેમ સીટી એન્જીનીયર જામનગર મહાનગરપાલિકા એ જણાવ્યું છે.