Bhuj,તા.13
પાકિસ્તાનના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકનાર ગદ્દારને ભુજ સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વર્તમાન સ્થિતિમાં પહેલગામ આતંકવાદી હુમલામાં ભારતીય નાગરિકોની હત્યા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરી એર સ્ટ્રાઈક કરી 100 થી વધુ આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યા બાદ બંને દેશો વચ્ચે વર્તમાન પરિસ્થિતિ અનુસંધાને સોશિયલ મીડિયાના માધ્યમથી દેશ વિરુદ્ધ ખોટા પ્રોપગેંડા તથા ખોટા સમાચાર ફેલાવનારા પર નજર રાખવા અંગે બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડીયાની સૂચનાને પગલે બોર્ડર રેન્જ ભુજ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા ઉપર બાજ નજર રાખવામાં આવી રહી હતી. દરમિયાન પોલીસની ટીમને ખાનગી રહે હકીકત મળી હતી કે, અનીશ આબિદ અલી ભાન ઉ. વ. 26 રહે તૈયબા ટાઉનશીપ, સંજોગ નગર, ભુજ વાળાએ બંને દેશો વચ્ચે વર્તમાન પરિસ્થિતિ અનુસંધાને પોતાના સોશિયલ મીડિયા પર પોતે પાકિસ્તાનના સમર્થનના સ્ટેટસ મુકેલ હોય જે અલગતાવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતું હોય તેમજ ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને ભયમાં મૂકતું સ્ટેટસ તેણે પોતાના સોશિયલ મીડિયા પર મુકતા આ શખ્સને હ્યુમન તેમજ ટેકનીકલ એનાલિસિસના આધારે ઝડપી લઇ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.