New Delhi,તા.14
ભારતમાં હેલ્થકેર સેવાઓમાં પારદર્શિતા અંગે લોકોની અપેક્ષાઓ ઝડપથી વધી રહી છે. 83 ટકા દર્દીઓ સારવાર પહેલાં સ્પષ્ટ અને સુલભ માહિતી ઇચ્છે છે, જ્યારે લગભગ 90 ટકા દર્દીઓ પ્રમાણિત ગુણવત્તાવાળી સારવાર માટે વધુ ચૂકવણી કરવા તૈયાર છે. આ માહિતી ફિક્કી અને ઈવાયઈ પાર્થેનનના અહેવાલમાં મળી છે.
`સાચી જવાબદાર સંભાળ’
`મેક્સિમાઇઝિંગ હેલ્થકેર ડિલિવરી ઇમ્પેક્ટ, એફિશિયન્ટલી’ શીર્ષકવાળા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, “ભારતની આરોગ્ય કાર્યક્ષમતા વૈશ્વિક સ્તરે વધુ સારી છે, પરંતુ રાષ્ટ્રીય ગુણવત્તા ધોરણોના માળખાની સખત જરૂર છે જેથી દર્દીઓ માહિતગાર નિર્ણયો લઈ શકે.” આ અભ્યાસ 40 શહેરોમાં 1,000 થી વધુ દર્દીઓ અને 100 થી વધુ ડોકટરોના ઇન્ટરવ્યુ પર આધારિત છે.
સમસ્યાઓ હજી પણ ચાલું છે
બેડની ક્ષમતામાં વધારો થયો પરંતુ વિશ્વ લેવલે સૌથી ઓછી
2000 થી, ભારતમાં માથાદીઠ બેડની ક્ષમતા બમણી થઈ ગઈ છે, તેમ છતાં વિશ્વ લેવલે દેશમાં બેડ ક્ષમતા સૌથી ઓછી છે. દેશમાં દરેક હોસ્પિટલ દીઠ સરેરાશ 25-30 બેડ છે, જ્યારે વિશ્વમાં 100થી વધુ બેડ છે.
વીમા ચુકવણીમાં હજુ પણ પાછળ છે
ભારતની ટોચની પાંચ આરોગ્ય વીમા કંપનીઓ કુલ ચુકવણીના માત્ર 40 ટકાને આવરી લે છે, જ્યારે વિકસિત દેશોમાં આ હિસ્સો 80 ટકા સુધી છે.