Upleta,તા.11
ઉપલેટા ના સુપેડી ગામની સીમમાં રહી ખેત મજૂરી કરતા મૂળ મધ્ય પ્રદેશ ના રાણપુર ના વન ગામના આદિવાસી યુવાને ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ઉપલેટાના સુપેડી ગામના હરસુખભાઈ લાડાણી ની વાડીએ ભાગ્યું રાખી રહેતા મૂળ મધ્યપ્રદેશના રાણપુરના વન ગામના કાળુભાઈ કલસિંગભાઈ શિંગાળા એ તારીખ ૫ ઓગસ્ટના રોજ રાત્રે ૯વાગે વાડીએ જ ઝેરી દવા પી લેતા વાડી માલિકને જાણ થતા તાત્કાલિક પ્રથમ ઉપલેટા ક્રિષ્ના હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં લાવતા સારવાર દરમિયાન તેમનું તારીખ ૯ ઓગસ્ટ ના રોજ સાંજે મોત થયું હતું
આત્મહત્યાના કારણ અંગે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે કાળુભાઈ શિંગાળા એ મકાન બનાવવા માટે ઉછીના પૈસા લીધા હતા અને આ કરજથી હતાશ થઈને તેમણે આ પગલું ભર્યું હતું. મરનાર કાળુભાઈ ચાર ભાઈઓ માં સૌથી મોટા હતા અને તેમના અવસાનથી બે દીકરા અને એક દીકરી એ પિતાનું છત્ર ગુમાવ્યું છે આ અંગે ઉપલેટા પોલીસે તપાસ હાથ ધરી છે