સુરેન્દ્રનગર ખાતેથી શરાબનો જથ્થો ભરી આપનાર ત્રણ શખ્સોની શોધખોળ : રૂરલ એલસીબી ટીમની કાર્યવાહી
Surendranagar,
રાજકોટ જિલ્લાના વિંછીયા પંથકમાંથી રૂરલ એલસીબી ટીમે દારૂ ભરેલી કાર ઝડપી ત્રિપુટીની ધરપકડ કરી રૂ. 6.60 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જયારે દારૂનો જથ્થો ભરી આપનાર ત્રણ શોધખોળ શરૂ કરવામાં આવી છે. એલસીબી ટીમો પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમીના આધારે વિછીયા પોલીસ મથક હેઠળ આવતા બાલાજી રેસ્ટોરન્ટ પાસે જાહેર રોડ પરથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી લેવાઈ હતી.
રૂરલ એલસીબી ટીમે મારુ તો સુઝુકી સ્વીફ્ટ કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 607 બોટલ જેની કિંમત રૂ. 2,70,800, બે મોબાઈલ ફોન અને કાર મળી રૂ. 6,60,900ના મુદ્દામાલ સાથે દારૂ ભરીને ધારી ખાતે જઈ રહેલા રવિરાજ બદરુંભાઈ વાળા (રહે. માલસિકા, ધારી, અમરેલી), રવિ અમરુભાઈ વાળા(રહે. માણાવાવ, ધારી, અમરેલી), વનરાજ ભગુભાઈ વાળા (રહે. માણાવાવ, ધારી,અમરેલી)ની ધરપકડ કરી હતી. જ્યારે સુરેન્દ્રનગર ખાતેથી દારૂનો જથ્થો ભરી આપનાર સાગર અરજણ થરેચા (રહે કાંગસા, ધારી, અમરેલી), ગૌતમ ઉર્ફે ગટુ ખાચર (રહે. નોલી ગામ) અને ઉદય ઉર્ફે કાળુ ભાભલા (રહે. ભાણેજડા ગામ)ની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
આ કામગીરીમાં રાજકોટ રૂરલ એલસીબી પીઆઈ વી વી ઓડેદરા, પીએસઆઇ એચ સી ગોહિલ, આર વી ભીમાણી, એએસઆઈ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અમિતભાઈ કનેરીયા, હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ બાવળીયા, વાઘાભાઈ આલ, પ્રણયભાઈ સાવરીયા, કોન્સ્ટેબલ ભાવેશભાઈ મકવાણા અને વિજયભાઈ સિહાર રોકાયા હતા.