ભાડાનું મકાન ખાલી કરાવ્યાનો ખાર રાખી માર મરાયો : ભક્તિનગર પોલીસમાં ગુનો
Rajkot,તા.31
શહેરના કોઠારીયા રોડ પર રીક્ષા ચાલક યુવાન પર ત્રણ શખ્સોએ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. મિત્રને રહેવા આપેલું મકાન ખાલી કરાવી દીધા બાદ જેનીશ અને તેના મળતીયાએ યુવક પર છરી વડે હુમલો કરતા ભક્તિનગર પોલીસમાં ગુનો નોંધાયો હતો.
શહેરના ઇન્દિરાનગર શેરી નંબર-3 માં ભવનાથ મંદિર નજીક રહેતા 20 વર્ષીય રીક્ષા ચાલક જયેશભાઈ વિભાભાઈ ટારીયાએ ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જેનીશ રાજપૂત, ઘુઘો બાવાજી અને કૌશલ નિમાવતનું નામ આપતાં જણાવ્યું હતું કે, બે મહિના પહેલા મે ઇન્દિરા નગરમાં આવેલું અમારૂ બિજુ મકાન મારા મિત્ર જેનીસ રાજપુત અને ચિરાગ રાજપુતને ભાડે આપેલ હતું. બાદમાં ચિરાગ અને જેનિસની ચાલ ચલગત સારી નહિ લાગતા ત્રણેક દિવસ પહેલા અમારૂ મકાન ખાલી કરાવેલ હતું અને તેમની પાસેથી મકાનનું ભાડુ લિધેલ ત્યારે જેનીસ રાજપુત અને ચિરાગ રાજપુત સાથે બોલાચાલી થયેલ હતી ૫ણ પછી સમાધાન થઈ ગયેલ હતું. બાદમાં ગઈકાલે સાંજના સાડા પાચેક વાગ્યાની આસપાસ હું મારા ઘરની બહાર નિકળેલ ત્યારે અમારી બાજુમા રહેતો મારો મિત્ર કૃણાલભાઈ રાઠોડ મારી પાસે આવેલ અને કેહેલ કે, મને મોઢામાં ચાંદી પડી છે, તું મારી સાથે દવા લેવા ચાલ. જેથી હું મારૂ એક્ટિવા લઈને કૃણાલ સાથે દવા લેવા નીકળ્યો હતો. દવા લીધા બાદ અમે બંને કોઠારરીયા રોડ પર આવેલ સંતોષ ઘૂઘરા ખાતે નાસ્તો કરવા ગયેલ હતા. જ્યાં અગાઉથી જ જેનીસ રાજપુત, ઘુઘો બાવાજી તથા કૌશલ નિમાવત ઊભા હતા. હું ઘૂઘરાનો ઓર્ડર આપતો હતો ત્યારે ઘુઘો બાવાજી મારી પાસે આવેલ અને કહેલ કે, તારે જેનીસ સાથે શું માથાકૂટ છે. તો મેં કહેલ કે મારે કાઈ માથાકૂટ નથી.
દરમિયાન જેનીસ છરી લઈને આવેલ અને મને મારવા લાગતા હું છરીના ઘાનો હાથથી બચાવ કરવા જતા એક ઘા મને ડાબા હાથના ચારેય આંગળામાં વાગી ગયેલ હતો. બાદ હુંભાગવા જતા જેનીસે મને ગાળો આપી હતી અને છરીનો બીજો ઘાં મારવા જતાં મે છરી પકડી લીધી હતી. ત્યારે જેનીશે મને ઢીકાપાટુનો માર મારેલ હતો. મેં જેનિસ પાસેથી છરી આંચકી લેતાં તેણે ઘૂઘા પાસેથી છરી માંગતા તેણે નેફામાંથી છરી કાઢીને જેનિસને આપી હતી. બાદ જેનિશે ઘા કરતા મને છરી વાગેલ ન હતી. બાદ હું ભાગવા લાગેલ હતો અને ફોન કરોને મારં મામાંને ઘટનાની જાણ કરી હતી. બાદમાં યુવકે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ ભક્તિનગર પોલીસમાં ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.