Jamnagar,તા.06
જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં જોગવડ પાટીયા નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં એક કારની ટક્કરે રિક્ષા સીધી ઊભા ટેન્કરમાં પાછળના ભાગે ઘૂસી જતાં બે યુવકોના કરુણ મોત નીપજ્યા હતા. આ ઘટનાને કારણે વિસ્તારમાં માહોલ ગમગીન થઈ ગયો હતો.
મૃતકોની ઓળખ જાહેર કરાઇ
માહિતી અનુસાર રીક્ષામાં સવાર હાજી કાસમ ફરાસ અને સોહિલ શેખ નામના બંને યુવકો રિક્ષામાં જઇ રહ્યા હતા. તે સમયે જ એક કારે પાછળના ભાગથી ટક્કર મારતાં રિક્ષા સીધી રોડની સાઈડમાં ઊભેલા ટેન્કરમાં ઘૂસી ગઈ હતી. જેના લીધે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે રીક્ષામાં સવાર બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં ટ્રિપલ અકસ્માતના દૃશ્યો લાઇવ દેખાય છે.