New Delhi, તા.4
સ્પાઇસજેટના ચાર કર્મચારીઓને નિર્દયતાથી માર મારનાર આર્મીમેનની મુશ્કેલી વધી છે. તેને થોડા સમય પહેલાં ફ્લાઇટમાં જતા પહેલા વધુ વજનવાળી બેગ માટે પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો જેના પગલે વિવાદ થયો હતો.
આર્મી મેનએ નિર્દયતા પૂર્વક માર મારતા એક કર્મચારીને કરોડરજ્જુમાં ફ્રેકચર થયું હતું, જ્યારે બીજા કર્મચારીનો જડબામાં ફ્રેક્ચર થયું હતું. આ ઘટના 26 જુલાઈના રોજ શ્રીનગર એરપોર્ટ પર બની હતી. સ્પાઈસજેટે જણાવ્યું હતું કે, અધિકારી દિલ્હી જતી ફ્લાઇટમાં ચઢવાના હતા અને તેમની પાસે 16 કિલો વજનની બે બેગ હતી.
હવે ભારતીય સેનાએ આ મામલાની નોંધ લીધી છે. સેનાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, આ મામલાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે અને તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાનું આશ્વાસન આપ્યું છે.
ભારતીય સેનાએ કહ્યું – સેના શિસ્ત અને આચરણના ઉચ્ચતમ ધોરણો જાળવવા માટે પ્રતિબદ્ધ છે અને તમામ આરોપોને ગંભીરતાથી લે છે. આ મામલાની તપાસ કરી રહેલા અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપવામાં આવી રહ્યો છે.