Morbi,તા.09
ટ્રક ચાલકે ઠોકર મારતા દંપતી ખંડિત થયું
હસનપર ઓવરબ્રિજ ઉપર ટ્રક ચાલકે બાઈક સવાર દંપતીને હડફેટે લીધું હતું જે અકસ્માતમાં બાઈક ચાલક પતિને ઈજા પહોંચી હતી જયારે પાછળ બેસેલ પત્નીને ગંભીર ઈજા પહોંચતા થયું હતું જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
વાંકાનેર બ્રહ્મસમાજ સોસાયટીમાં રહેતા કમલેશભાઈ રમેશચંદ્ર ઉપાધ્યાય (ઉ.વ.૪૧) નામના આધેડે ટ્રક યુપી ૨૨ એટી ૧૫૫૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી કમલેશભાઈ અને તેના પત્ની મોનાલીબેન ઉપાધ્યાય (ઉ.વ.૩૮) વાળા બંને બાઈક લઈને નેશનલ હાઈવે રોડ હસનપર ગામ પાસેથી જતા હતા ત્યારે ટ્રક ચાલકે પુરઝડપે ટ્રક ચલાવી બાઈકને ઠોકર મારી હતી પાછળથી બાઈકને ઠોકર મારતા બાઈક સવાર દંપતી ફંગોળાઈ ગયું હતું જેમાં ફરિયાદી કમલેશભાઈને ઈજા પહોંચી હતી અને પત્ની મોનાલીબેનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું ટ્રક મૂકી ચાલક નાસી ગયો હતો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે